આ છોકરીએ પગ વડે તીરંદાજી કરી સૌને ચોંકાવી દીધા , ટેલેન્ટ જોઈને તમ પણ કહેશો વાહ અદભુત.

Viral Video :આ છોકરીને તિરંદાજી જોઈને તમે પણ કહેશો વાહ શું ટેલેન્ટ છે. ઇન્ટરનેટ પર અવારનવાર કંઈક ને કંઈક વાયરલ થતું હોય છે સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા બધા વિડીયો યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવતા હોય છે. તાજેતરમાં જ આવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં. ઓરિસા કેલી નામની આ છોકરીએ instagram પર તેમનો વીડિયો શેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. અને જોત જોતા માં જ તેમના વીડિયોને લાખોમાં લાઇકસ મળી ગયા હતા.

Viral Videos Of Archary

પોતાના પગ વડે તિરંગાજી કરનાર આ છોકરીનું નામ ઓરિસા કેલી છે. એટલું જ નહીં લોકો હાથ વડે પણ સરખી તીરંદાજી નથી કરી શકતા એવામાં પોતાના પગ વડે એ પણ સળગતા તીર વડે તીરંદાજી કરીને કેલીએ સૌને અભિભૂત કરી દીધા

27 વર્ષની આ છોકરીએ બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે પણ પરફોર્મ કર્યું હતું. ઓરિસા કેલી તેમના આ ટેલેન્ટને કારણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ છે.તેમના ટ્વીટર પર 1.4 મિલિયન જ્યારે instagram પર પાંચ લાખથી વધારે ફોલોવર્સ છે.

ઓરિસ્સાકેલી તીરંદાજી માટે જે ધનુષ નો ઉપયોગ કરે છે તેનું વજન 13 kg જેટલું છે અને આ 13 kg વજનના ધનુષની સાથે તિરંદાજી માં બેલેન્સ કરવું ખૂબ જ અઘરું હોય છે. જે તમને નીચેના વિડીયો પરથી જોવા મળશે.

આ વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે એક બરફીલા વિસ્તારમાં ઓરિસા કેલી સૌપ્રથમ ધનુષને તેમના પગ વડે પકડી લે છે અને ત્યારબાદ તેના તીરમાં આગ લગાવે છે. ઓરિસા કેલી ત્યારબાદ બાજુમાં રાખેલા એક સ્ટેન્ડ પર પોતાનું બેલેન્સ જાળવે છે. અને આ સ્ટેન્ડ પર ત્યારબાદ તે શીર્ષાસનની સ્થિતિમાં ઊભી રહી જાય છે. જેમાં તેનું માથું નીચે અને પગ ઉપર હોય છે ત્યારબાદ તે પોતાના પગ વડે ધનુષની પણછ ખેંચી અને તેની લગભગ 15 ફૂટ નજીક રાખેલા એક નિશાન પર એવી રીતે સટીક વાર લગાવે છે કે જે સામાન્ય માણસ બે હાથો વડે પણ ન કરી શકે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.

આ પણ વાંચો  વિડિયો વાયરલ થવાના કારણે રાતોરાત સ્ટાર્સ બનેલા આ દિગ્ગજો, આજે ક્યા છે કોઈને ખબર પણ નથી, જુવો હાલમાં શું કરે છે તેઓ
orisaakeli viral video instagram

ઓરિસાકેલી એ જ્યારે instagram પર તેનો વિડીયો પોસ્ટ કર્યો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો અને instagram પર લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો જોયો અને લગભગ 1.5 મિલિયનસ જેટલા લાઇકસ આ વીડિયોને મળ્યા.

ઓરિસ્સા કેલી આ શોખ વિશે કહેવું છે કે તેઓ પોતે પોતાના નિયમિત શિડ્યુલથી ખૂબ જ થાકી ગઈ હતી. અને તેને કંઈક અલગ કરવાની ખેવના હતી જેથી તેની એ કંઈક અલગ કરવાનો વિચાર્યું અને તિરંગા જીનું ફિલ્ડ અપનાવ્યું. કીલી સતત સાત વર્ષથી તિરંદાજી પ્રેક્ટિસ કરી રહી છે.

શરૂઆતના દિવસોમાં કેલીને પ્રશિક્ષણ માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેની પ્રશિક્ષણ માટે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જવું પડતું હતું. શરૂઆતમાં તેણે રોજના છ કલાક સુધી પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ તે આ મુકામ પર પહોંચી.

1 thought on “આ છોકરીએ પગ વડે તીરંદાજી કરી સૌને ચોંકાવી દીધા , ટેલેન્ટ જોઈને તમ પણ કહેશો વાહ અદભુત.”

Leave a Comment