આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક મહિલાનો વિડિયો શેર કર્યો છે. જેમાં તે ખુબજ અસરકારક રીતે કપડા પેકિંગ કરી રહી છે.
ટુંક સમય પહેલાં જ માસિમો નામના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો.જેમાં મહિલા અલગ અલગ રીતે જીન્સ, શર્ટ, ટીશર્ટ,સ્વેટરને પોતાની અવનવી ટેકનીકથી પેક કરી રહી છે .જે જોઈને તમે પણ કહેશો કે આવી ટેકનીક તો ક્યારેય જોઈ જ નથી.આ વીડિયોમાં મહિલાએ વિવિધ કપડાઓ એક દમ કવરબંધ પેક કરીને એવી રીતે પેક કર્યા કે.ઓછી જગ્યામાં પણ વધારેમાં વધારે કપડા સમાઈ શકે.
આજકાલ દરેક લોકો વિકેન્ડમાં ફરવા જતા હોય છે. અને પોતાની સાથે ઘણો બધો સામાન લઈ જતા હોય છે. આવા સમયે આ વીડિયોમાં દર્શાવેલ ટ્રિક્સથી કપડા પેક કરવાથી ઓછી જગ્યામાં ઘણો બધો સામાન પેક થઈ શકે તેમ છે. આ વિડીયો ટ્વીટર પર પોસ્ટ થયા બાદ જોતજોતામાં લાખોમાં વ્યુ મળ્યા હતા. જે બાદ આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડિયો શેર કરીને લોકોને આ ટ્રીકથી માહિતગાર કર્યા હતા.
ખુદ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે.”આકર્ષક. કેવી રીતે નવીનતા અને ડિઝાઇન કૌશલ્ય આવી સરળ પ્રવૃત્તિઓમાં મોટી ઉત્પાદકતા લાવી શકે છે. કાશ મેં આ વિડિયો દાયકાઓ પહેલા જોયો હોત જ્યારે હું પાગલની જેમ મુસાફરી કરતો હતો અને દર થોડા દિવસે પેકિંગ અને ફરીથી પેક કરતો હતો”
નીચેના વિડીયોમાં તમેંજોઈ શકોછો કપડા પેક કરવાની ઇજી અને સરળ રીત જે તમને ટ્રાવેલિંગ દરમ્યાન ખુબજ કામ આવી શકે.