શાકભાજી ખરીદતા પહેલા આ વિડીયો ખાસ જોજો!કેમિકલ છાટ્યા બાદ શાકભાજી ફરીથી તાજા થઈ ગયા

viral video: હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ વિડીયોએ સૌને ચોકાવી દીધા છે. આ વિડીયોમાં મુરજાયેલા શાકભાજીને કેમિકલ વડે ફરીથી તાઝા કરી દેવામાં આવી રહ્યા છે.

શાકભાજી ખરીદતા પહેલા આ વિડીયો ખાસ જોજો!કેમિકલ છાટ્યા બાદ શાકભાજી ફરીથી તાજા થઈ ગયા
કેમિકલમાં પલળ્યા બાદ શાકભાજી ફરીથી તાજા થઈ ગયા.

ઇન્ટરનેટ પર રોજબરોજ કંઈક ને કંઈક વાયરલ થતું જ રહેતું હોય છે. જેમાં ઘણા બધા વિડીયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે. હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં મુરજાયેલા શાકભાજીને કેમિકલ માં બોળીયા બાદ ફરીથી તરો તાજા કરી દેવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડીયો એ સૌ તરફ ચર્ચાનો વિષય બનાવ્યો છે, અને લોકોને પણ આશ્ચર્યચકિતકરી દીધા છે કે શું ખાવું અને શું ન ખાવું.

આ વિડિયો પણ જુવો :

વિડિયો વાયરલ થવાના કારણે રાતોરાત સ્ટાર્સ બનેલા આ દિગ્ગજો, આજે ક્યા છે કોઈને ખબર પણ નથી, જુવો હાલમાં શું કરે છે તેઓ.

આ છોકરીએ પગ વડે તીરંદાજી કરી સૌને ચોંકાવી દીધા , ટેલેન્ટ જોઈને તમ પણ કહેશો વાહ અદભુત.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મુરઝાયેલા શાકભાજીને કેમિકલથી ભરેલી પાણીની ડોલમાં પલાળે છે. આ પાણીમાં પલાડ્યા બાદ ધાણાભાજીને એમનેમ મૂકી રાખતા ધીરે ધીરે તે પહેલાની જેમ ખીલી ઉઠશે અને એકદમ તરો તાજા હોવાનો જણાઈ રહ્યું છે. શાકભાજીમાં વિવિધ દવાઓ ઇન્જેક્શન અને કલર બાઇન્ડીંગ વગેરેથી તો લોકો માહિતગાર હતા જ પરંતુ કરમાયેલા અને મુરજાયેલા શાકભાજીને ફરીથી તરોતાજા બનાવતો આ વિડીયોએ ગૃહિણીઓ અને શાકભાજી ખાનારાઓ માટે આશ્ચર્ય પમાડનાર છે.

આ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને શાકભાજી વેચનારાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ફ્રેશ શાકભાજી અને તાજા શાકભાજી બજારમાં ખૂબ જ જલ્દીથી વેચાઈ જાય છે. મૂરજાયેલા શાકભાજીને ફ્રેશ બનાવવાની હોડમાં લોકો કઈ હદ સુધી જઈ શકે તે આ વીડિયોમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. આ કેમિકલ યુક્ત શાકભાજી વિવિધ બીમારીઓને આમંત્રણ પણ આપે છે. આપણે જાણીએ છીએ તેમ ગુજરાતના ઘણા ખરા ગામડાઓમાં વધારે પડતા કેમિકલ ના ઉપયોગને કારણે ઘણી બધી જગ્યાઓ પર ખેતી કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. અને આવી જગ્યાઓએથી કેન્સરના ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો  આ વ્યક્તિએ 3 વખત Taj Mahal, 2 વખત લાલ કિલ્લો તો 1 વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું!

આ વિડીયોની ભાષા જોતા હાલ આ વિડીયો ગુજરાતની બહારનો જ હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ શું આ રીતે શાકભાજીઓને તરોતાજા બનાવી છેતરપિંડી આચરી વહેંચવું ખરેખર વ્યાજબી છે?

(video sourec : gstv)