૧) તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવા માટે સૌપ્રથમ www.incometax.gov.in/IEC/foportal વેબસાઈટની મુલાકાત લેવી.

ત્યારબાદ ક્વિક લિંક્સ પર આપેલ લિંક આધાર પર ક્લિક કરો. 

લિંક આધાર પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે જે બાદ તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ ની ડિટેલ એડ કરવાની રહેશે. 

પાનકાર્ડ અને આધાર કાર્ડ ની ડિટેલ્સ એડ કર્યા બાદ નીચે આપેલ વેલિડેટ બટન પર ક્લિક કરો.  જેથી આધાર કાર્ડ સાથે જોડાયેલ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.  ઓટીપી એન્ટર કર્યા બાદ તમારી આધાર કાર્ડની પાનકાર્ડ સાથેની લીન્કિંગની પ્રક્રિયા પૂર્ણ થશે.

આધારકાર્ડ પાનકાર્ડ સાથે પહેલેથી જ લિંક થયેલું હશે તો તમારું પાનકાર્ડ એ આધાર કાર્ડ સાથે પહેલી જ પહેલેથી જ લિંક છે તેઓ મેસેજ શો થશે.