કીબોર્ડનું જાદુમંતર કહેવાતા 13 શોર્ટકટ, કામ થશે ઝટપટ, લોકો કહેશે ગજબ છે ભેજું

હાલના સમયમાં મોટાભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર થાય છે. સ્કૂલ, કોલેજ અને ઓનલાઈન ક્લાસ માટે પણ લેપટોપની જરૂર રહહે છે. લેપટોપના કેટલાક શોર્ટકટ ખબર પડી જાય તો સરળતાથી કામ થઈ શકે છે. અહીંયા અમે તમને લેપટોપ અને કમ્પ્યુટરના કેટલાક શોર્ટકટ વિશે જણાવી રહ્યા છીએ.

કીબોર્ડના કેટલાક બટનના કોમ્બિનેશનથી ઘણા કામ થી શકે છે. અહીંયા અમે તમને કીબોર્ડ શોર્ટકટ કીઝ વિશે જણાવી રહ્યા છે. Win + number: પ્રેસ કરવાથી ટાસ્કબાર પર પિન કરેલ તમામ એપ્લિકેશન ઓપન થઈ જશે. જો તમે પણ ટાસ્કબાર પર પિન કરેલ એપ્લિકેશન ઓપન, ક્લોઝ અને મિનિમાઈઝ કરવાથી પરેશાન થઈ ગયા છો, તો તમારે Win + 1, 2, 3 પ્રેસ કરવું જોઈએ. આ શોર્ટકટ કીથી ટાસ્કબાર પર પિન કરેલ તમામ એપ્લિકેશન ઓપન થઈ જશે. આ તમામ શોર્ટકટથી સ્ટાર્ટ મેનૂ ખોલવાની અને સેટિંગ્સ આઈકન પર ક્લિક કરવાથી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાની ઝંઝટ નહીં રહે.

કમ્પ્યુટરના કેટલાક શોર્ટકટ

 • Ctrl + X: કોઈપણ આઈટમ કટ કરવા માટે
 • Ctrl + C અથવા Ctrl + Insert: કોઈપણ આઈટમ કોપી કરવા માટે
 • Ctrl + V અથવા Shift + Insert: કોપી કરેલ આઈટમ સિલેક્ટ કરેલ જગ્યામાં એન્ટર કરવા માટે
 • Ctrl + Shift + V: પ્લેન ટેક્સ્ટ પેસ્ટ કરવા માટે
 • Ctrl + Z: પહેલા જે પણ ટાસ્ક કર્યો તે ટાસ્ક અનડૂ કરવા માટે
 • Alt + Tab: જે પણ એપ્લિકેશન ઓપન છે, તેમાંથી અન્ય એપ્લિકેશનમાં જવા માટે
 • Alt + F4: એક્ટિવ આઈટમ અથવા એપ્લિકેશન બંધ કરવા માટે
 • Win + Alt + R: આ શોર્ટકટ કી પ્રેસ કરવાથી સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ થશે.
 • Spacebar: ચેકબોક્સ પર સ્પેસબાર પ્રેસ કરવાથી ચેકબોક્સ ચેક અને અનચેક થઈ જાય છે.
 • Num લોક + એસ્ટ્રિક સાઈન (*): ફોલ્ડરમાં કયા ફોલ્ડર છે, તે ખબર ના હોય તો સિલેક્ટ કરેલ ફોલ્ડરના સબફોલ્ડર જોવા માટે Num Lock અને * દબાવો.
 • Win + D: ડેસ્કટોપ હાઈડ અને શૉ થઈ શકે છે.
 • Alt + Enter: કોઈપણ ફોલ્ડર અથવા ફાઈલની પ્રોપર્ટીઝ ઓપન કરવા માટે રાઈટ ક્લિક કરો અને હવે પ્રોપર્ટીઝ ઓપ્શન સિલેક્ટ કરો. આ શોર્ટકટથી તમારું કામ તરત થઈ જશે.
 • Win + I: આ કી એકસાથે પ્રેસ કરવાથી Windows સેટિંગ્સ ઓપન થઈ જશે.

Leave a Comment