પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: કેવી રીતે અરજી કરવી, ડૉક્યુમેન્ટ શું જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું? તમામ માહિતી માટે અહી ક્લિક કરો

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojana In Gujarati, પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.

કોને લાભ મળી શકે

આ યોજનામાં વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં 2.50 લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે 50,000 રૂપિયા, પછી 1.50 લાખ અને અંતમાં 50,000 આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં 1 લાખ રાજ્ય સરકાર અને 1.50 લાખ કેન્દ્ર સરકાર આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની પાત્રતા

  • જમીન ના માલિક અરજદાર પોતે હોવો જોઈએ.
  • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.
  • કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ

  • જમીન માલિકી ના પુરાવા (પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ).
  • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવો મામલતદારશ્રી/તલાટી નો દાખલો (૩ લાખ થી ઓછી આવક મર્યાદા).
  • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગોનું રૂ, 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ સોગંદનામું.
  • આાધારકાર્ડની નકલ(કુટુંબ ના દરેકસભ્યની).
  • મતદાનકાર્ડ ની નકલ.
  • બેંક પાસબુક / કેન્સલ ચેક.
  • રહેઠાણ નો લાભાર્થી સાથેનો ફોટો.
  • લાભાર્થી નો પાસપોર્ટ સાઈઝ ફોટો.
  • સંયુક્ત માલિકી ના કિસ્સા માં જમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતી આપતો રુ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર.
આ પણ વાંચો  Laptop Sahay Yojana Gujarat 2024: લેપટોપ સહાય યોજના અંતર્ગત મેળવો 1,20,000ની સહાય

પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ

મેળવવા અરજી ક્યાં કરવી?

મહાનગરપાલિકા વિસ્તારના રહીશો એ મહાનગરપાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.
જિલ્લા કો નગરપાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

પ્રધાનમંત્રી આવાસ યોજના, ભારત સરકારની મુખ્ય આવાસ યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, અથવા PMAY, સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) ને પોસાય તેવા આવાસ વિકલ્પો પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2024 સુધીમાં ‘બધા માટે આવાસ’ના લક્ષ્યને હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

Leave a Comment