600 કિમીની રેન્જ અને 20 મિનિટમાં ચાર્જ થઈ જશે! દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક SUV કંપનીની ભારતમાં એન્ટ્રી, જાણો કિમત

બ્રિટનની લક્ઝરી સ્પોર્ટ કાર કંપની LOTUSએ અધિકૃત રીતે ભારતમાં એન્ટ્રી કારની જાહેરાત કરી છે. ભારતમાં સૌથી મોંઘી અને પાવરફુલ ઈલેક્ટ્રિક SUV lotus Eletre લોન્ચ કરી છે. આ કારની શરૂઆતની કિંમત 2.55 કરોડ રૂપિયા છે. lotus Eletreનો લુક અને ડિઝાઈન શાનદાર છે. આગામી વર્ષની શરૂઆતમાં ભારતમાં લોટ્સનો પહેલો શોરૂમ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે, ત્યારપછી અલગ અલગ જગ્યાએ ડીલરશીપની શરૂઆત કરવામાં આવશે.

ભારતમાં ત્રણ અલગ અલગ વેરિએન્ટમાં lotus Eletre કાર લોન્ચ કરવામાં આવી છે. જેમાં lotus Eletre,. lotus Eletre R અને lotus Eletre S શામેલ છે. આ ત્રણ કાર અલગ અલગ ડ્રાઈવિંગ રેન્જ અને પર્ફોર્મન્સે પ્રદાન કરે છે. વૈશ્વિક બજારમાં આ SUV ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

ઈલેક્ટ્રિક મોટર અને ચાર્જિંગ કેપેસિટી

lotus Eletre અને lotus Eletre Sમાં 603hp ક્ષમતા ધરાવતી ડ્યુઅલ મોટર સિસ્ટમ આપવામાં આવી છે અને 710Nm ટાર્ક જનરેટ કરે છે. lotus Eletre Rમાં 905hp ક્ષમતા ધરાવતી ડ્યુઅલ મોટર સિસ્ટમ આપવામાં આવી છે અને 985Nm ટાર્ક જનરેટ કરે છે. આ ઈલેક્ટ્રિક SUVમાં 112kwhની ક્ષમતાના બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેપિડ ચાર્જરની મદદથી આ કાર 20 મિનિટમાં 10થી 80 ટકા ચાર્જ થઈ જાય છે. lotus Eletre અને lotus Eletre S સિંગલ ચાર્જમાં 600 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. lotus Eletre R સિંગલ ચાર્જમાં 490 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

કાર ઈન્ટીરિયર

આ કારની કેબિનને એડવાન્સ ફીચર્સ આફવામાં આવ્યા છે. જેમાં 15.1 ઈંચનું લેન્ડસ્કેપ-ઓરિયન્ટેડ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. જે યૂઝર્સ જરૂરિયાત અનુસાર ફોલ્ડ કરી શકે છે. કેબિન હાઈલાઈટ્સમાં રિઅર વ્યૂ કેમેરા, ટ્રિપલ રિબન સ્ક્રીન ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટેર, ડ્રાઈવર મોનિટરિંગ કેમેરા, 5G કમ્પેટેબિલિટી, સ્માર્ટફોન એપ, ફોર ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ડોલ્બી એટમોસની સાથે 15 સ્પીકર KEF મ્યુઝિક સિસ્ટમ, સોફ્ટ ક્લોઝ ડોરે, LIDARની સાથે એડવાન્સ ડ્રાઈવિંગ આસિસ્ટ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો  હવે 5G પછી 6G ના કાઉન્ટડાઉન શરૂ, દેશમાં શરૂ થઈ 6G લેબ

lotus Eletre કારની એક્સ શોરૂમ કિંમત 2.55 કરોડ રૂપિયા, lotus Eletre R કારની એક્સ શોરૂમ કિંમત 2.75 કરોડ રૂપિયા, અને lotus Eletre S કારની એક્સ શોરૂમ કિંમત 2.99 કરોડ રૂપિયા છે.

lotus Eletre કારને લક્ઝરી સ્પોર્ટ કારનો લુક અને ડિઝાઈન આપવામાં આવે છે. આ કારમાં એડવાન્સ ફીચર અને ટેકનોલોજી આપવામાં આવી છે. લાંબા વ્હીલબેઝ, શોર્ટ ફ્રંટ અને પાછળની તરફ ઓવરહૈંગ્સ પણ આપવામાં આવ્યા છે. આ કારમાં 22 ઈંચની 10 સ્પોક એલોય વ્હીલ પણ છે.

આ ઈલેકટ્રિક કારના એયરોડાયનેમિક પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ કારમાં ફ્રંટ ગ્રિલ શાનદાર ડિઝાઈન આપવામાં આવી છે. જેમાં ફ્રંટ બોનટમાં બે વેંટ્સ પણ આપવામાં આવ્યા છે. SUVના પાછળના ભાગનમાં ફુલ લેંથ રિબન લાઈટ્સ આપવામાં આવી છે.

2 thoughts on “600 કિમીની રેન્જ અને 20 મિનિટમાં ચાર્જ થઈ જશે! દુનિયાની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિક SUV કંપનીની ભારતમાં એન્ટ્રી, જાણો કિમત”

Leave a Comment