અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે કરી શકશે દર્શન? ક્યારે પૂર્ણ થશે નિર્માણ કાર્ય?

અયોધ્યાનાં નવા રામમંદિરમાં આજે પ્રાણ-પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સમારોહમાં PM મોદી સહિત દેશ-વિદેશનાં અનેક ગણમાન્ય લોકો હાજર રહેશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામમંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. રામમંદિરમાં સામાન્ય માણસ પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દર્શન કરી શકશે? શું આપણને કોઈ શુલ્ક આપવો પડશે? આવો અયોધ્યા રામમંદિરને લગતાં તમામ સવાલોનાં જવાબ જાણીએ.

કોણ સંભાળશે મંદિર?

રામમંદિરનું આયોજન શ્રીરામ જન્મભૂમિત તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપના સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે કરી હતી. ટ્રસ્ટ જ મંદિરની તમામ કામગીરીની દેખરેખ કરી રહ્યું છે. મહોત્વ બાદ પણ આ ટ્રસ્ટ જ મંદિર સંભાળશે.

સામાન્ય જનતા ક્યારે દર્શન કરી શકશે?

22 જાન્યુઆરી પ્રાણ-પ્રતિષ્ઠા બાદ બીજા દિવસે એટલેકે 23 જાન્યુઆરીથી શ્રદ્ધાળુ રામલલાનાં દર્શન કરી શકશે. ટ્રસ્ટ અનુસાર 22 જાન્યુઆરીનાં સામાન્ય જનતાનાં દર્શનની વ્યવસ્થા નથી કરવામાં આવી.

મંદિરનો સમયગાળો ?

અયોધ્યામાં રામમંદિર સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી અને આ બાદ 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે દર્શન ખુલ્લા રહેશે. બપોરે આશરે અઢી વાગ્યે ભોગ અને વિશ્રામ માટે મંદિર બંધ રહેશે.

આરતીનો સમય શું રહેશે?

રામમંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વખત આરતી થશે. સવારે 6.30 વાગ્યે શૃંગાર આરતી, બપોરે 12 વાગ્યે ભોગ આરતી, સાંજે 7.30 વાગ્યે સંધ્યા આરતી થશે.

આરતીમાં સામેલ થવા શું કરવું પડશે?

અયોધ્યાનાં રામમંદિરમાં આરતીમાં સામેલ થવા માટે ટ્રસ્ટ પાસેથી પાસ એટલે કે Id હોવી જરૂરી છે. ટ્રસ્ટ અનુસાર એકવારમાં માત્ર 30 લોકો જ આરતીમાં સામેલ થઈ શકશે.

શું કોઈ શુલ્ક આપવું પડશે?

અયોધ્યામાં રામમંદિરનાં દર્શન નિ:શુલ્ક છે. રામલલાનાં દર્શન કરવા માટે એક પણ રૂપિયો નહીં આપવો પડે. પણ જો તમારે આરતીમાં જોડાવું છે તો પાસ લેવો જરૂરી છે.

આ પણ વાંચો  Bank Holidays in December 2023

મંદિર ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે?

મંદિર બનાવી રહેલ કંપની અનુસાર, નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણકાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.

Leave a Comment