રિઝલ્ટ આવતાં જ વાલી-મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધો. ૧૦-૧૨નું પરિણામ મોડું થશે ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજયના વાલીઓમાં કૂતુહલતા શરૂ થઈ છે. કારણ કે, આ વખતે દર વર્ષની સરખામણીએ એકથી દોઢ મહિનો વહેલું પરિણામ જાહેર થશે તેવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી.
ધો. ૧૦-૧૨નું પરિણામ મોડું થશે
હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એ મુજબ ધોરણ ૧૦ અને ૧૨નાં પરિણામ અંગે મોટાભાગની વિગતો તૈયાર થઈ ચુકી છે, પરંતુ પરિણામ ક્યારે જાહેર કરવું તેની તારીખ નક્કી કરવામાં સરકારની લીલીઝંડીનો ઈંતેજાર છે. બીજી તરફ એવી પણ એક વિગતો મળી રહી છે કે, ધોરણ ૧૦-૧૨નું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો મોટાભાગના વાલી -મતદારો પ્રવાસે જતા રહે તેવો સરકારને ભય દેખાઈ રહ્યો છે.
GSEB Result News Today
GSEB Result News Today 2024; જેના કારણે પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરાશે તેવુ પણ સૂત્રો દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે. બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તવાર સમર્થન આપતા નથી. યૂપી, એમપી અને તેલંગણામાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ગત તા. ૧૧મી માર્ચથી શરૂ કરાઈ હતી.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા તા. ૨૨મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી, જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આજે ૨૬મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. ધોરણ ૧૦ અને ૧૨ના ૧૫.૩૯ લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની ૮૧,૪૫,૫૬૨ જેટલી ઉત્તરવહીનું મૂલ્યાંકન તા.૧૦ એપ્રિલના રોજ પૂર્ણ થયું.
રાજ્યનાં ૪૫૨ જેટલા કેન્દ્રો પર ૬૭ હજારથી વધુ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરાઈ હતી. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે વહેલું પરિણામ જાહેર થાય એ માટે ડેટા એન્ટ્રી માટે આ વખતે ૬૦ના બદલે એકસાથે ૫૦૦ ઓપરેટર દ્વારા કામગીરી થાય એ માટેનું આયોજન કરાયું. એટલું જ નહીં, મૂલ્યાંકન પ્રક્રિયાના બીજા જ દિવસથી ડેટા એન્ટ્રીનો પણ પ્રારંભ કરી દેવામાં આવી હતી, જેના કારણે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ તો ઘણા દિવસ પહેલાં જ તૈયાર થઈ ગયું હોવાનું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.
એ સિવાય ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પણ મોટાભાગની બાબતો તૈયાર કરી દેવામાં આવી છે, પરંતુ બોર્ડના અધિકારીઓ પરિણામ ક્યારે જાહેર કરાશે તે હજુ સત્તાવાર જણાવી શકતા નથી.
આ ત્રણ રીતે તમે બોર્ડનું પરિણામ ચેક કરી શકો છો
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10મા બોર્ડનું પરિણામ ચેક કરવા વિધાર્થીઓની સરળતા માટે ત્રણ સુવિધાઓ તૈયાર કરી છે. ઓફિશિયલ વેબસાઈટ (જે ઓવરલોડને કારણે ક્રેશ થઈ શકે છે અને પરિણામ જોવાની પ્રક્રિયાને અસર કરી શકે છે) તેના પર ભારણ ઘટાડવા માટે પરિણામો તપાસવા માટે વિવિધ પદ્ધતિઓ સેવાઓ વિકસવામાં આવી છે. જે તમામ પદ્ધતિઓ નીચે મુજબ છે.