ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જુઓ અહીથી

ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ જુઓ અહીથી. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12 નીપરીક્ષાનું પરિણામ એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. માર્ચ 2024 માં ઉપસ્થિત પરીક્ષા આપનાર ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અહીંથી સરળ રીતે પોતાનું પરિણામ ડાઉનલોડ કરી શકશે.

GSHSEB Result 2024

નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા SSC અને HSC એટલેકે ધોરણ 10 અને ધોરણ 12 ના ગુજરાતના અંદાજે છ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષા આપી દીધી છે. અને હવે તેઓ ખુબજ આતુરતાથી પોતાના પરીક્ષાના પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર થવાને લઈને કોઈ સત્તાવાર સૂચના જાહેર કરેલ નથી. પરંતુ મીડિયાના માધ્યમથી પરિણામ જાહેર તારીખને લઈને વિવિધ અટકળો થઈ રહી છે. મીડિયા કેટલાકનું માનવું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ જશે.

Gujarat Board Result 2024

પરીક્ષા લેનાર બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board  
પરીક્ષાનો સમય ગાળો11 માર્ચ 2024 થી 22 માર્ચ 2024
પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓઅંદાજિત 6 લાખ
પરિણામ જોવા માટેની વેબ સાઇટhttps://www.gseb.org
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

મિત્રો ચાલુ શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માર્ચની 11 તારીખથી માર્ચની 22 તારીખ સુધી લેવામાં આવેલ હતી. અને આ વર્ષે આ પરીક્ષાઓનું પરિણામ વહેલું આપવામાં આવશે તેવી ધારણાઓ હતી. લોકસભાની ચૂંટણીને લઈને પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી પણ વહેલી શરૂ કરી અને સમયસર પૂર્ણ પણ કરી દેવામાં આવી છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહેલી છે.

આ પણ વાંચો  GUJCET Result 2023 (2 મે 2023): તમારું GUJCET નું રિઝલ્ટ ચેક કરવાની ડાયરેક્ટ લિંક

લોક સભા ચૂંટણીના લીધે વિદ્યાર્થીઓને પરિણામ વહેલું આપી દેવામાં આવશે તે ધારણાને સાચી માનીએતો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી મિત્રો અહીથી પોતાનું પરિણામ મેળવી શકશે અમો આપણે પરીણામ જોવા માટેનાં સરળ સ્ટેપ વિશે જણાવીશું એ મુજબ તમે અમારું પરિણામ અહીથી ડાઉનલોડ કરી શકશો

મિત્રો તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઈટ પરથી તમારો પરિણામ ડાઉનલોડ કરી શકશો અને તમને કેટલા માર્ક મળ્યા છે તેની ખાતરી કરી શકશો. તે માટે કેટલાક સરળ સ્ટેપ તમારે અનુસરવા પડશે જે અમે અહીંથી આપને જણાવીશું

ધોરણ 10 અને 12 નું પરિણામ જોવાની રીત

  • સૌપ્રથમ કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં જઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબ સાઇટને શોધવા માટે GSEB શબ્દો ટાઈપ કરી એન્ટર આપો.
  • હવે GSEB ની વેબ સાઇટ ખૂલતાં Result ટેબ પર ક્લિક કરો.
  • વેબસાઈટમાં Result ટેબ ઉપર ક્લિક કરતા એક ડાયલોગ બોક્સ ખુલશે તેમાં તમે જ્યાં ધોરણ લખવાનું છે ત્યાં તમે SSC પરિણામ જોવા માગતા હો તો SSC લખો અને HSC નું પરિણામ જોવા માગો છો તો HSC લખો.
  • હવે તમારા બેઠક નંબર અને જન્મ તારીખ નાખી એપ્લાય અથવા સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે સ્કીન ઉપર તમારી માર્કસીટ જનરેટ થશે તમે તમારા મેળવેલા ગુણ જોઈ શકશો.

મિત્રો અમને આશા છે કે આપને અમારો આ GSHSEB Result 2024 આર્ટિકલ આપને જરૂર પસંદ આવ્યો હશે.અને આપને પરિણામ જોવા માટે ઉપયોગી નિવડયો હશે. આપ આપના અમૂલ્ય અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપશો. આપનો ખૂબખૂબ આભાર !

1 thought on “ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જુઓ અહીથી”

Leave a Comment