IPL 2023 : હવે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમની કમાન આ ખેલાડીના હાથમાં

કોલકાતા નાઈટ રાઈડર્સ ipl 2023 માટે તેમના આગામી કેપ્ટનની નિયુક્તિને લઈને જાહેરાત કરી છે.

IPL 2023 : હવે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમની કમાન હવે નીતિશ રાણાના હાથમાં
કલકત્તાનાઈટ રાઈડર્સની ટીમે તેમના નવા સુકાનીની જાહેરાત કરી.

આગામી Ipl 2023 સિઝનમાં કોલકત્તા નાઈરાઈડર્સ તેમની આઇપીએલ ટીમની કેપ્ટનશીપ માટે નવા ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. મળતી માહિતી મુજબ નીતિશ રાણાને કોલકત્તા નાઈટ રાઈડર્સની ક્રિકેટ ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે જેથી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમના નેતૃત્વની સ્થિતિને લગતી તમામ અટકળોનો અંત આવી ગયો છે. 2018 થી જ ફ્રેન્ચાઇઝ સાથે જોડાયેલા છે શ્રેયસ ઐયર હાલ તેમની પીઠની ઇજાને કારણે નીતીશ રાણાને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

વધુમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે જણાવ્યું હતું કે, શ્રેયસ ઐયરની પીઠ પર થયેલી ઇજાને કારણે અને તેમની ગેરહાજરીને કારણે, ક્રિકેટ ટીમનું સંચાલન નીતિશ રાણા સંભાળશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રેયસ ઐયરનું સ્વાસ્થ્ય સુધરતા જ તેઓ આઈપીએલની અમુક મેચોમાં અમુક તબક્કે ભાગ લેશે, તેઓએ જણાવ્યું હતું કે નીતિશ રાણા વર્ષ 2018 થી જ કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા છે. અને Ipl નો અનુભવ ધરાવે છે. જેથી આ યુવા પ્રતિભાશાળી એક સુકાની તરીકે સારું કામ કરશે.

Nitish Rana new captain of Kolkata night riders
nitish Rana Kolkata night riders

આ અગાઉ એવી પણ અટકળો હતી કે, શ્રેયશ ઐયરની જગ્યાએ કોલકાતા નાઈટ રાઈડર્સની ક્રિકેટ ટીમની કમાન શર્દુલ ઠાકુર કે સુનિલ નારાયણને સોંપવામાં આવશે, અને વાત પણ માન્યમાં આવે તેવી હતી કારણ કે સુનિલ નારાયણ વર્ષ 2012 થી જ આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા છે, Kolkata knight riders ની ટીમે તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડીયો અને ફોટો શેર કરીને આ માહિતી શેર કરી હતી.

વર્ષ 2023 ના ipl ફોર્મેટમાં નવા કેપ્ટન અને નવા કોચ સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ ટ્રોફી જીતવાના જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. અગાઉ ચંદ્રકાંત પંડીતની ફ્રેન્ચાઇના નવા મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.