ગાય સહાય યોજના 2024, જુઓ કેવી રીતે અરજી કરવી ઓનલાઈન ઘરે બેઠાં !

ગુજરાત સરકાર સતત પ્રયાસ કરે છે કે શેરીયતમાં કૃષિકર્મીઓની આવક વધારવી અને ખેડૂતોને વાળતોની ખર્ચ ઘટાડવી. કોરોનાવાયરસની કારણે પૃથ્વી ખૂબ કાંટે ગઈ છે, જેથી સંપૂર્ણ રાષ્ટ્રમાં બંદોબસ્ત થઈ ગઈ છે. ખેડૂતો, મધ્યમ અને નીચલ વર્ગો સાથે વિશેષ મુશ્કેલીઓ ને ઝેળી છે. (ગાય સહાય યોજના) જનસંખ્યાને મદદ કરવાનો એક અંશ તરીકે, ભારતીય સરકારે વધુમાં વધુ કેયર કાર્યક્રમો લાંચ કર્યા છે.

દેશી ગાય સહાય યોજના શું છે?

આઈ-ખેડૂત પોર્ટલ પર આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓમાં ચલાવવામાં આવતી દેશી ગાય સહાય યોજના હેઠળ ગુજરાતના જે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ યોજના હેઠળ ખેડૂતને એક ગાયને નિભાવવા માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા.900/- ની સહાય આપવામાં આવે છે. આમ ખેડૂતને દર વર્ષે રૂપિયા.10,800/- ની સહાય આપવામાં આવે છે.

દેશી ગાય સહાય યોજનાનો હેતુ શું?

ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને રાજ્યના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય કારણ કે ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના કારણે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને ઓર્ગેનિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

દેશી ગાય સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને દેશી ગાય પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાના, મોટા અને સીમાંત અને દરેક જ્ઞાતિના ખેડૂતોને આપવામાં આવશે.
 • જે ખેડૂત પાસે દેશી ગાય છે તેને આ યોજનાનો લાભ મળશે.
 • ખેડૂત દેશી ગાયને આઈડેંટીફિકેશન ટેગ ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
 • જંગલ વિસ્તારમાં રહેતા જે ખેડૂત વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
 • જે ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હશે તેને લાભ આપવામાં આવશે.
 • જે ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હશે તેમને પણ આ યોજનાનો લાભ મળશે.
આ પણ વાંચો  સનેડો સહાય યોજના 2024, ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ

દેશી ગાય સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

Gay Sahay Yojana હેઠળ ખેડૂતોને પોતાની ગાય માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા 900/- ની સહાય આપવામાં આવે છે. આમ વાર્ષિક સહાય રૂપિયા.10,800/- હજાર આપવામાં આવે છે. એટલે કે ગુજરાતના જે ખેડૂત પાસે દેશી ગાય છે અને તે આ યોજના હેઠળ અરજી કરે છે તો તેને દર વર્ષે રૂપિયા 10,800/- હજાર ની સહાય આપવામાં આવે છે.

ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

 • આધારકાર્ડની ઝેરોક્ષ.
 • રેશનકાર્ડની ઝેરોક્ષ
 • અનુસૂચિત જાતિનો દાખલો (જે ખેડૂતને લાગુ પડતું હોય તેને)
 • અનુસૂચિત જન જાતિનો દાખલો (જે ખેડૂતને લાગુ પડતું હોય તેને)
 • લાભાર્થી ખેડૂતના 8-a અને 7/12 ઉતારાની ઝેરોક્ષ
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
 • જો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
 • બેંક ખાતાની પાસબુક
 • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

Gay Sahay Yojana હેઠળ સહાય ચાલુ થયા બાદ શું ધ્યાન રાખવું?

આ યોજના હેઠળ જો તમારી અરજી પાસ થાય છે અને તેમને દેશી ગાય માટે સહાય મળવાનું ચાલુ થાય છે તે સહાય તમને મળતી રહે તે માટે તમારે નીચે મુજબની શરતોનું પાલન કરવું પડશે.

 • દર ત્રણ માસે ગાયના ટેગ એટલે કે જેને આપડે પાનડી કહીએ છીએ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
 • જો લાભાર્થી ખેડૂતને દેશી ગાય સહાય મળે છે પરંતુ જો તે પ્રાકૃતિક ખેતી નથી કરતા તો આગળના તેમને ત્રિમાસિક સહાય આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો  મિડલ ક્લાસને 300 યુનિટ વીજળી મફત મળશે, પણ કઈ રીતે? શું છે સરકારનો પ્લાન

દેશી ગાય સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

દેશી ગાય સહાયમાં અરજી કરવા માટે વેબસાઈટઅહીં ક્લિક કરો.

Leave a Comment