વેચાતી પાણીની બોટલમાં પાણી ગંદુ તો નથી ને? આ 5 આંકડામાં છે અસલી નકલીનો ખેલ, જાણો કેવી રીતે જાણી શકાશે

જીવવા માટે જરૂરી પાણી આજ આવકનો મોટો સ્ત્રોત બની ગયું છે. બોટલમાં વેચાતા પાણીનો વ્યવસાય દિવસે ને દિવસે વધી રહ્યો છે. બિસલેરી, કિનલી સહીત કઈ કેટલીય કંપનીઓ બોટલમાં વેચાતા પાણીના વ્યવસાયમાં જોડાયેલી છે. પણ શું તમે જાણો છો નામી અને રજીસ્ટર કંપનીઓ સિવાય પણ અન્ય લોકો અને કંપનીઓ પણ આ વ્યવસાયમાં જોડાયેલા છે. જે Packaged Drinking Water ના નામે લોકોના ખિસ્સા સાથે જ નહિ પણ તેમના જીવન સાથે પણ રમી રહ્યા છે.

ISI માર્કની ઉપર આપેલ કોડથી ઓળખો

જો તમે આવી 20 રૂપિયા વાળી પાણીની બોટલની ખરીદી કરતા હોય તો, તેની સાચી ખાતરી ચોક્કસ રીતે કરો કે તે મીનરલયુક્ત અને પીવા લાયક છે કે નહીં. પાણીના સ્વાદ પરથી તેની ઓળખ કરવી મુશ્કેલ છે. પણ તમને એક રીત જણાવવા જઇ રહ્યા છીએ, જેના માધ્યમથી તમે પાણીની બોટલ વગર ખોલયે જાણી જશો કે આ પીવાલાયક પાણી છે કે નહિ. જ્યારે તમે કોઈ પણ જગ્યાએથી આવી પાણીની બોટલ ખરીદો ત્યારે ચેક કરવું કે બોટલ પર આપેલ ISI માર્ક ઉપર એક કોડ લખેલો હોય છે. આ કોડ હોય છે IS- 14543, તે જોઈને તમે જાણી જશો કે આ બોટલનું પાણી પીવા યોગ્ય છે કે નહિ.

કોડ કોપી થવાનો ડર તો બીજો ઉપાય શું?

હવે આ એક પ્રશ્ન થાય છે કે જો માત્ર કોડથી જ પાણીની ઓળખ થઈ શકે એમ હોય તો છેતરપિંડી કરવાવાળા લોકો આ કોડની નકલ કરી જ શકે છે અને તેમના પેકિંગમાં વાપરી બજારમાં વેચી જ શકે છે. તમારા પ્રશ્નનો ઉકેલ એ છે કે તમારે તમારા ફોનમાં BIS Care નામની એમ ડાઉનલૉડ કરવાની રહેશે.

ફોનના માધ્યમથી પણ ઓળખી શકાય

ફોનમાં BIS Care નામની એપ ડાઉનલૉડ કર્યા બાદ, તેને તમારા ફોનમાં ખોલો. એપને ખોલ્યા બાદ તેમાં તમને અમુક આઇકન જોવા મળશે. તેમાં એક ISI, જેના ઉપર લખ્યું હશેકે વેરીફાઈ લાઇસન્સ ડિટેલ… તેના પર ક્લિક કરો અને તમારી સામે CM/L- 10 ડિજિટનો કોડ માંગવામાં આવશે. આ કોડને તમારે ખરીદેલી બોટલનાં પેકિંગ સાથે કોપી કરવાનો થશે.

આ પણ વાંચો  આદુ સ્વાસ્થ્ય માટે અદ્ભુત છે, તે પેટના દુખાવાથી લઈને સંધિવા સુધી રાહત આપશે, જાણો ફાયદાઓ

કંપનીની તમામ માહિતી બતાવશે

આ કોડ તમારી પાણીની બોટલનાં પેકિંગ પર આપેલાં ISI માર્કની એકદમ નીચે લખેલો જોવા મળશે. હવે તમે માગેલી જગ્યાએ આ 10 આંકડાનો કોડ નાખી, ગો ઓપ્શન પર ક્લિક કરતા જ તમારી સામે કંપનીને લગતી બધી જ માહિતી તમારી સામે આવી જશે. જેથી તમને ખબર પડી જશે કે આ પાણી પીવા લાયક છે કે નહિ તેમાં મિનરલ્સ છે કે નહિ. આ એક નાની સાવધાનીથી તમે તમારા સ્વાસ્થ્ય અને પૈસા આમ બંને ને બચાવી શકશો. કારણકે આ પાણી પીવાથી તમે બીમાર પડી શકો છો.

20 હજાર કરોડથી વધુનો ધંધો

ભારતમાં બોટલબંધ પાણીનું માર્કેટ 2021 માં લગભગ 20 હજાર કરોડ રૂપીયાનું હતું. તેમાં સૌથી મોટી ભાગેદારી બિસલેરીની લગભગ 4 થી 5 હજાર કરોડ રૂપિયાની હતી. બિસલેરી[Bisleri] સંગઠિત માર્કેટની ભાગેદારીમાં 32 ટકા હિસ્સો ધરાવે છે. કિનલી અને એક્વાફિના જેવી કંપનીઓ આમાં ઘણી પાછળ છે. ભારતમાં આ મિનરલ વોટર 4 અલગ-અલગ સાઇઝની બોટલમાં વેચવામાં આવે છે. 1 લિટરની બોટલ, 2 લિટરની બોટલ, 500 મિલીલીટરની બોટલ અને 250 મિલીલીટરની બોટલ.

Leave a Comment