વધતા વજન પર કરવો છે કંટ્રોલ? તો રોજ સવારે નાસ્તામાં ખાવાનું શરૂ કરો આ ચીજ, ચરબી ગાયબ

વજન ઘટાડવું હોય તો તમારે જીમ કરવા કરતા વધારે પોતાની ડાયેટ પર ધ્યાન આપવાની જરૂર હોય છે. જો તમારૂ ડાયેટ યોગ્ય હશે તો તમે સરળતાથી પોતાનું વજન ઓછુ કરી શકો છો. પોતાની ડાયેટની શરૂઆત એક સારા બ્રેકફાસ્ટથી કરી શકો છો. જાણો વજન ઓછુ કરવા માટે તમારો બ્રેકફાસ્ટ કેવો હોવો જોઈએ.

ઓટ્સ

સવારના નાસ્તામાં ઘણા બધા વેજીટેબલ્સ સાથે ઓટ્સ ખાઈ શકો છો. આ ખૂબ જ પૌષ્ટિક હોય છે. આ પેટ ભરેલું રાખશે અને તેમાં હાજર ફાઈબર તમારા ભોજનને પચાવવામાં મદદ કરશે. મેટાબોલિઝમ ઓછુ થશે અને વજન ઓછુ થવાનું શરૂ થશે.

ઉપમા

જો તમે પોતાનું વજન ઓછુ કરવા માંગો છો તો સવારના નાસ્તમાં ઉપમા એક ખૂબ જ સારો વિકલ્પ છે. રવામાં આયર્ન, વિટામિન B, મેગ્નેશિયમ, ફોલેટ અને ફોસ્ફોરસ હોય છે જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી તમને તરત ઉર્જા મળે છે. ઉપમામાં હાજર ડાયજેસ્ટિવ ફાઈબર પાચન ક્રિયાને સ્વસ્થ્ય કરે છે અને કોન્સ્ટિપેશનમાં રાહત આપે છે.

પૈઆ

જો તમે નાસ્તામાં પૌઆ ખાવ છો તો ભૂખ ઓછી લાગશે અને તમે લાંબા સમય સુધી ઉર્જાવાન રહેશો. પૌઆનું સેવન કરવાથી તમારૂ મેટાબોલિઝમ પણ સ્ટ્રોંગ થશે.

બેસનના ચિલા

બેસનના ચિલા વજન ઓછુ કરવામાં ખૂબ જ લાભકારી છે. સવારે નાસ્તામાં બેસનના ચીલા ખાવાથી ભૂખ કંટ્રોલ થાય છે. હકીકતે બેસનમાં કેલેરી ઓછી હોય છે અને ભરપૂર ફાઈબર મળી આવે છે આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

ઈડલી

સાઉથ ઈન્ડિયન ડિશ ઈડલી અને સાંભર એક બેસ્ટ નાસ્તો છે. ઈડલી અનને સાંભરમાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. સાથે જ તમે સાંભરમાં અલગ પ્રકારના શાકભાજી નાખીને તેને વધારે હેલ્ધી બનાવી શકો છો. તે ડાઈજેસ્ટ કરવામાં સરળ રહે છે.

Leave a Comment