ટેક્સમાં રાહત માટે આ બાબતોનું રાખો ધ્યાન,થશે બચત જ બચત

ઘણા લોકો નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ટેક્સમાં રાહત મેળવા પગલાં ભરતા હોય છે.કેમ કે માર્ચ મહિનાના એન્ડિંગ નાણાકીય કામગીરીની ડેડલાઈન પુરી થતી હોય છે. એન્ડિંગના સમયે ટેક્સ બચાવવાના ચક્કરમાં લોકો ટેક્સ પ્લાનિંગમાં અનેક ભૂલો કરી બેસતા હોય છે. જો તમારે આ ભૂલોથી બચવુ હોય તો આ આર્ટીકલને તમારા માટે જ છે, જેમાં અમે તમને કેટલીક ભૂલોથી અવગત કરાવીશુ જેથી તમને ભવિષ્યમાં કોઈ આર્થિક મુશ્કેલી ન વેઠવી પડે.

ઘણા લોકો નાણાકીય વર્ષના અંતિમ સમયે ટેક્સની બચત કરતી વખતે સારી રીતે ફાયનાન્શિયલ આયોજન કરતા નથી. જેથી પાછળથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી કોઈપણ યોજનાના ભવિષ્યના વળતર અને બીજા ફાયદાઓની યોગ્ય રીતે તપાસ કર્યા પછી જ રોકાણની યોજના બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જો તમે ટેક્સ સેવિંગ માટે ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો તમારે જરૂર કરતાં વધુ ઈન્વેસ્ટ કરવાનું ટાળવુ જોઈયે.

તમારે ઈન્વેસ્ટમેન્ટ કરતી વખતે દરેક ડિડક્શનની જાણકારી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, NPSમાં રોકાણ કરવા પર કલમ ​​80CCD(1b) હેઠળ 50,000 રૂપિયાની રાહત મળે છે. હોમ લોનના વ્યાજદર અને મેડિકલ ઈન્સ્યોરન્સ વગેરે પર ટેક્સમાં રાહતનો લાભ પણ મળે છે. આ સિવાય આવકવેરાની કલમ 80C હેઠળ રૂપિયા 1.50 લાખની રાહત મળે છે.જેથી ટેક્સ સેવિંગના ઈન્વેસ્ટમેન્ટ વખતે આ બધા ડિડક્શન ધ્યાનમાં લેવા જોઈયે.

ટેક્સમાં રાહત માટે અલગ અલગ સ્કીમમાં ઈન્વેસ્ટ કરવું જરૂરી છે. ઘણા કીસ્સામાં ટેક્સપેયર્સ ટેક્સ બચત માટે રોકાણ કરતી વખતે તેમના ઈન્વેસ્ટમેન્ટમાં વિવિધતા નથી લાવતા. જેથી તેમને પાછળથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટેક્સપેયર્સે વિવિધ સ્કીમ્સ માટે પ્રયાસ કરવો જોઈએ.

ઈન્કમ ટેક્સના કાયદાની કલમ 80D હેઠળ પોતાના જીવનસાથી અને બાળકો માટેના હેલ્થ ઈન્સ્યોરન્સના વીમા પ્રીમિયમની માટે રૂપિયા 25,000 સુધીની કપાતનો દાવો કરી શકાય છે. જો પેરેન્ટ્સનો પણ વીમો સામેલ હોય તો 50,000 રૂપિયા બચાવી શકો છો. આ બાબત પણ તમારે ધ્યાને લેવી જોઈયે.

આ પણ વાંચો  હવે મહિલાઓ માટે ઘર લેવું આસાન બન્યું, હોમ લોન પર સરકાર આપી રહી છે છૂટ, સમજો કેલ્ક્યુલેશ

અનેક લોકો નાણાકીય વર્ષના છેલ્લા સમયગાળા દરમિયાન ટેક્સ બચત માટે રોકાણ કરતી વખતે યોગ્ય સ્કીમ પસંદ કરતા નથી. જો લાંબા ગાળે મોટો ફાયદો મેળવવો હોય તો PPF એક સુરક્ષિત રોકાણ વિકલ્પ બની શકે છે. જ્યારે નેશનલ પેંશન સિસ્ટમ (NPS)ના ઈન્વેસ્ટમાં નિવૃત્તિની યોજના બનાવી શકાય છે.

Leave a Comment