શિયાળામાં તાપણું તાપવાની આદત પડી છે? તો આંખ, ગળું, લોહી સહિતની આ સમસ્યાઓ વધશે

આવી કકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારનાં પ્રયત્નો કરતાં હોય છે. ગરમ કપડાં પહેરવાથી લઈને ગરમ ચીજોનું સેવન કરવું વગેરે નુસ્ખાઓ લોકો અપનાવતાં હોય છે. આ વચ્ચે કેટલાક લોકો રાત્રે અથવા સવારે સગડી અથવા લાકડા બાડીને તાપણી કરતાં હોય છે. ઘણાં લોકોને આ તાપણી કરવાની આદત પડી જતી હોય છે. પણ શું તમને ખબર છે કે દરરોજ સતત તાપણી કરવાથી ગરમી તો મળે છે પણ તેની વિપરિત અસર પણ શરીર પર થાય છે.. આવો જાણીએ.

સતત લાકડાંની કે અન્ય કોઈ પદાર્થ બાળીને તેની તાપણી કરવાથી પર્યાવરણને તો નુક્સાન થાય જ છે પણ સાથે મનુષ્યનાં હેલ્થને પણ ગંભીર નુક્સાન પહોંચે છે. ગળામાં દુખાવો, નાક વહેવું, આંખ લાલ થવી, સોજાં આવવા, ખંજવાળ આવવી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શ્વાસ સંબંધિત સમસ્યાઓ

લાકડાથી નિકળતા ફાઈન પાર્ટિકલ્સ અને પોલ્યૂટેંટ, રિસ્પરેટરી સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેના કારણે ઊધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અસ્થમા અને COPD જેવી બીમારીઓનું કારણ પણ બની શકે છે. જે લોકોને પહેલાથી આ સમસ્યા છે તો તેમને વધારે તકલીફ પડી શકે છે.

સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ

શિયાળામાં સ્કિન સાથે સંકળાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના કારણે સ્કિન ફાટવી, બળતરા અનુભવવી, એક્ઝિમા અને સોરાયસિસ જેવી સમસ્યાઓ પણ શક્ય છે.

હીમોગ્લોબિન લેવલ ઘટવું

હેલ્ધી રહેવા માટે શરીરમાં પૂરતી માત્રામાં હીમોગ્લોબિન હોવું જરૂરી છે. તેવામાં સતત તાપણી કરવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઈડનું લેવલ વધી જાય છે. જેની અસર લંગ્સ પર થાય છે. કાર્બન મોનોક્સાઈડ ફેફસાં સુધી પહોંચી જાય છે અને બ્લડમાં ભળી જાય છે. તેના લીધે હીમોગ્લોબીનનું લેવલ ઘટવાનો ખતરો રહે છે.

આંખ અને ગળાં સંબંધિત સમસ્યાઓ

આગની તાપણી દરમિયાન તેમાંથી નિકળતો ધુઆડો આપણી આંખ, નાક અને ગળામાં બળતરાં જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેવામાં વ્યક્તિને ગળામાં દુખાવો, નાક વહેવું, લાલ આંખ થવી અને ખંજવાળ આવવી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

x

Leave a Comment