રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી, ક્યાં રખાશે? ત્રીજી મૂર્તિ તૈયાર પણ જાહેર નથી કરાઈ

મુખ્ય મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા બાદ હવે રામલલાની બીજી મૂર્તિની તસવીર સામે આવી છે જે સફેદ રંગની છે.

અયોધ્યાના નવા રામ મંદિરમાં પહેલી મૂર્તિ સ્થાપિત થયા બાદ રામલલાની બીજી તસવીર સામે આવી છે. પ્રખ્યાત મૂર્તિકાર સત્ય નારાયણ પાંડે દ્વારા આ બીજી મૂર્તિ બનાવાઈ છે જેને પહેલા માળે રામદરબારમાં રાખવામાં આવી શકે છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી. શાસ્ત્રોમાં તેનું વર્ણન નિલંબુજમ શ્યામમ કોમલાગમ તરીકે કરવામાં આવ્યું છે… તેથી કાળા રંગની શ્રી રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે બાાકીની બે મૂર્તિઓને મંદિરમાં જ સમાવવામાં આવશે.

બીજી મૂર્તિ સફેદ રંગની, આસપાસમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની આકૃતિઓ

બીજી મૂર્તિની તસવીરમાં સફેદ રંગની હોવાનું જોવા મળે છે. આમાં હનુમાનજી પણ ભગવાન રામના ચરણોમાં બિરાજમાન છે, તો ચારે બાજુ ભગવાન વિષ્ણુના અવતારો બનાવવામાં આવ્યા છે. આમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની આકૃતિઓ 1- મત્સ્ય, 2- કુર્મા, 3-વારાહ, 4- નરસિંહ, 5- વામન, 6- પરશુરામ, 7- રામ, 8- કૃષ્ણ, 9- બુદ્ધ અને 10માં કલ્કિ અવતારની આકૃતિઓ બનાવાઈ છે.

ત્રીજી પ્રતિમાની તસવીર હજુ સુધી સામે નથી આવી

રામલલાની ત્રણ મૂર્તિઓમાંની છેલ્લી એક કર્ણાટકના ગણેશ ભટ્ટે બનાવી છે, ત્રીજી મૂર્તિ તૈયાર છે પરંતુ હજુ સુધી તેની તસવીર જાહેર કરાઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેને રામ મંદિરમાં જ સ્થાપિત પણ કરવામાં આવશે.

આ પણ વાંચો  અદાણી-હિડનબર્ગ કેસમાં સુપ્રીમ ચુકાદો: SEBIની તપાસ પર કોઈ શંકા નહીં, જાણો પોઈન્ટ ઓફ જજમેંટ

મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ રાખવાનું શું કારણ

રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત પ્રતિમાની ઊંચાઈ 51 ઈંચ છે. સામાન્ય રીતે ભારતમાં 5 વર્ષના બાળકની ઊંચાઈ 51 ઈંચની આસપાસ હોય છે. તે ઉપરાંત 51ને શુભ અંક માનવામાં આવે છે આ જ કારણે ગર્ભગૃહમાં સ્થપાયેલી મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ રાખવામાં આવી છે.

Leave a Comment