પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2023: કોને અને કેટલી મળશે સહાય?, અરજી કઈ રીતે કરવી?, જાણો તમામ માહિતી

તા-૨૪/૦૧/૨૦૨૪ ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થઈ. શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાન મોદી એ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જે મુજબ દેશમાં એક કરોડ મકાનોની છત પર સોલર પેનલ લગાવવાની યોજના શ્રી વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરાઇ છે. ગુજરાત સરકાર દ્વારા સોલાર રૂકટોપ યોજના ચલાવવામાં આવે છે. વડાપ્રધાન સૂર્યોદય યોજના યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થશે. એક કરોડ મકાનોની છત પર રુફટોપ સોલર લગાવવાનો લક્ષ્યાંક આ વખતે નક્કી કરાયું છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપી. ત્યારબાદ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટાડવા માટે નવીન યોજનાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના મુજબ દેશ ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનશે.

વડાપ્રધાન સૂર્યોદય યોજનોનો હેતુ

અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રભુ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગત્યની ઘોષણા કરી છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’નો આરંભ કરવાનું એલાન કર્યું છે. જે અંતર્ગત દેશનાં 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. PM મોદીએ X પર પોસ્ટ કરીને ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની ઘોષણા કરી હતી.

પોસ્ટમાં તેમણે લખ્યું કે, “સૂર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના બધા ભક્તો હંમેશા ઉર્જા પ્રાપ્ત કરતા રહ્યા છે. આજે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો આ સંકલ્પ વધારે મજબૂત બન્યો છે કે દરેક ભારતીયના ઘર પર તેમની પોતાની સોલાર રૂફટોપ સિસ્ટમ હોય. અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય એ જ કર્યો કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની શરૂઆત કરશે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરે વીજળીના બિલમાં તો ઘટાડો થશે જ, સાથોસાથ ભારત ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.”

આ પણ વાંચો  સનેડો સહાય યોજના 2024, ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વિશે અગત્યની બાબતો

અયોધ્યાથી પરત આવ્યા પછી પ્રધાનમંત્રીશ્રી આ પ્રથમ નિર્ણય લીધો હતો. આ યોજના દ્વારા એક કરોડ મકાનો પર સોલર રુફટોપ લગાવવાના લક્ષ્ય નક્કી કરેલ છે. જેનાથીઓ ગરીબ અને મધ્યમ વર્ગનું વીજળી બિલ તો ઘટશે જ સાથે સાથે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

દેશમાં ઉર્જા ક્ષેત્રમાં આ યોજના દ્વારા આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીજી દ્વારા ગયા વર્ષે જુલાઈમાં રુકટોપ સોલર માટે એક રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટથી ઉત્પન્ન વીજળી ડાયરેક્ટ જ ગ્રીડમાં જાય છે અને ઘરેલુ વીજ બિલમાં ઘટાડો થાય છે.

Leave a Comment