તમારા કામનું / ટ્રેનના 1st AC, 2nd AC અને 3rd AC વચ્ચે શું તફાવત છે?

ટ્રેન ભારતમાં મુસાફરી માટેનું સૌથી સસ્તું માધ્યમ છે. અને તમને ખબર જ હશે કે દેશભરમાં કરોડો લોકો ટ્રેનોમાં રોજ મુસાફરી કરે છે. ભારતીય રેલવે દેશના સરહદી વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડે છે. ભારતીય રેલવેનું વિશાળ નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ કારણથી જ ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે, જો કે ટ્રેનોમાં મુસાફરી કરવા માટે ટીકીટ બુક કરાવવી ખુબ જરૂરી છે. ઘણી વાર જોયું હશે કે મુસાફર જ્યારે ટીકીટ બુક કરે છે ત્યારે ટીકીટ બૂક કરતી વખતે જુદા-જુદા ક્લાસના ઓપ્શન મળે છે, જેવા કે જનરલ, સ્લીપર, થર્ડ એસી , સેકંડ એસી, ફર્સ્ટ એસી વગેરે. ટૂંકમાં મુસાફરો તેમની સુવિધા અનુસાર કોઈ પણ ક્લાસની ટિકિટ બૂક કરી શકે છે. પણ તમને ખબર છે કે આ થર્ડ એસી, સેકંડ એસી, ફર્સ્ટ એસી શું છે, એસીના ત્રણેય ક્લાસમાં શું ફરક છે? ઘણી વખત તો મુસાફરને પણ સવાલ થાય છે કે આ છે શું? જો તમને પણ નથી ખબર તો આજે અમે તમને જણાવીશું આ વિશે તો ચાલો જાણીએ.

થર્ડ એસી

થર્ડ એસી કોચની બનાવટ સંપૂર્ણ રીતે સ્લીપર ક્લાસ જેવી જ હોય છે. આ બંનેમાં એક જ તફાવત છે તે છે એસીનો. આ બંને કોચની સીટ સરખી જ હોય છે. થર્ડ એસી બર્થની સીટો 3-3-2 ના આધરે હોય છે.

સેકન્ડ એસી

સેકંડ એસીની બનાવટ થર્ડ એસીની સરખામણીમાં અલગ હોય છે. સેકન્ડ એસીમાં સીટની સંખ્યા પણ ઓછી હોય છે, આ કારણે જ તેમાં ભીડ ઓછી હોય છે. સેકંડ એસીમાં સીટ 2-2-2 ના આધારે હોય છે. ભીડ ઓછી હોવાને લીધે ટોઇલેટ ઘણું ચોખ્ખું હોય છે, આ કારણે જ સેકંડ એસી કોચનું ભાડું થર્ડ એસીના સરખામણી કરતાં વધારે હોય છે.

આ પણ વાંચો  શું તમે ટ્રેનની પાછળ લગાડવામાં આવતા X ચિહ્ન વિશે જાણો છો ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ વિશે

ફર્સ્ટ એસી

ફર્સ્ટ એસી ખૂબ ઓછા લોકો બૂક કરાવતા હોય છે. પરંતુ જો તમારે ખૂબ લાંબી મુસાફરી કરવાની છે, તો આ ટ્રેન તમારા માટે કામની છે. કારણ કે માત્ર અત્યંત લાંબા અંતરની ટ્રેનમાં જ ફર્સ્ટ એસીનો કોચ હોય છે. ફર્સ્ટ એસી કોચનું ભાડું ઘણું વધારે હોય છે. ફર્સ્ટ એસી કોચમાં 2 અને 4 સીટર બર્થ હોય છે. આમાં 4 બર્થવાળાને કેબિન અને 2 બર્થ વાળાને કૂપ કહેવામાં આવે છે. જે તમારા અંગત રૂમ જેવું બની જાય છે.

Leave a Comment