જલ્દી કરો! આવી ગઇ છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જૉબ મેળવવાની શાનદાર તક, સેલરી 19 હજારથી લઇને 1 લાખ સુધી

ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)માં નોકરી (Govt Job) શોધી રહેલા યુવાઓ માટે આ ખૂબ જ સારી તક છે. જો તમે પણ આ પદો પર કામ કરવાના ઈચ્છુક છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)માં નોકરી મેળવવાનું સપનું ઘણા લોકો જોવે છે. પરંતુ આ સપનાને પુરૂ કરવા માટે તમારે આ પદો માટે અરજી ફોર્મ ભરીને બધા ક્રાઈટેરિયાને પાર કરવાના રહેશે. ત્યારે જ તમે આ સપના તરફ આગળ વધી શકશો. તેના માટે આઈબીએ ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Tech, SA/Exe, ACIO-II/ સિવિલ વર્ક્સ અને JIO-I/MT ના પદો પર ભરતી માટે વેકેન્સી બહાર પાડી છે. જે પણ આ પદો માટે અરજી કરવાના ઈચ્છુક છે તે ઓફિશ્યલ વેબસાઈટ mha.gov.inના માધ્યમથી એપ્લાય કરી શકે છે.

ઈન્ટેલિજન્સ બ્યૂરોની આ ભરતી હેઠળ કુલ 660 પડદા પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે ઉમેદવાર 30 મે સુધી કે તેના પહેલા એપ્લાય કરી શકે છે. જો તમે પણ આઈબીમાં ગ્રુપ બી અને ગ્રુપ સીના બિન-રાજપત્રિત રેંક/પદો પર કામ કરવા માંગે છે. તો અરજી કરતા પહેલા આપેલી આ વાતોને ધ્યાનથી વાંચો.

આઈબીમાં આ પદો પર વેકેન્સી

 • ACIO-I/Exe- 80 પદ
 • ACIO-II/Exe- 136 પદ
 • JIO-I/Exe- 120 પદ
 • JIO-II/Exe- 170 પદ
 • SA/XI- 100 પદ
 • JIO-II/ટેક- 8 પદ
 • ACIO-II/સિવિલ વર્ક્સ- 3 પદ
 • JIO-I/MT- 22 પદ
 • હલવાઈ-કમ-રસોઈયા- 10 પદ
 • કેયરટેકર- 5 પદ
 • PA (પર્સનલ આસિસ્ટન્ટ)- 5 પદ
 • પ્રિંટિંગ-પ્રેસ-ઓપરેટર- 1 પદ
 • કુલ પદોની સંખ્યા- 660

ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં એપ્લાય કરવાની શું છે પાત્રતા

ઈન્ટેલિજન્સ બ્યૂરો માટે ભરતી માટે જે પણ ઉમેદવાર અરીજ કરવાનું મન બનાવી રહ્યા છે. તેમની પાસે ઓફિશ્યલ નોટિફિકેશનમાં આપેલી સંબંધિત યોગ્યતા હોવી જોઈએ. ત્યાંરે જ અરજી કરવા માટે યોગ્ય માનવામાં આવશે.

IBમાં સિલેક્શન થવા પર મળતી સેલેરી

જેને કોઈ પણ ઉમેદવારોની પસંદગી ઈન્ટેલિજન્ટ બ્યૂરો/ બોર્ડર ઓપરેશન ઈન્સ્ટીટ્યુટ દ્વારા ગ્રુપ બી અને સી પદો પર સિલેક્શન થાય તેમને નિચે લખેલા પે સ્કેલ હેઠળ સેલેરી આપવામાં આવશે.

 • ACIO-I/Exe (લેવલ 8): 47,600 રૂપિયાથી 1,51,100 રૂપિયા સુધી
 • ACIO-II/Exe (લેવલ 7): 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધી
 • JIO-I/Exe (લેવલ 5): 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા સુધી
 • JIO-II/Exe (લેવલ 4): 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા સુધી
 • SA/XI(લેવલ 3): 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધી
 • JIO-II/Tech (લેવલ 4): 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા સુધી
 • SOI-II/ સિવિલ વર્ક્સ (લેવલ 7): 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધી
 • JIO-I/MT (લેવલ 5): 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા સુધી
 • હલવાઈ-કમ-રસોઈયા (લેવલ 3): 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધી
 • કેરટેકર (લેવલ 5): 29,200 રૂપિયાથી 92,300 રૂપિયા સુધી
 • PA (લેવલ 7): 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધી
 • પ્રિંટિંગ પ્રેસ ઓપરેટર (લેવલ 2): 19,900 રૂપિયાથી 63,200 રૂપિયા સુધી

Leave a Comment