MDM જુનાગઢમાં ભરતી, પગાર 10,000/- થી શરૂ

MDM જુનાગઢમાં ભરતી, પગાર 10,000/- થી શરૂ: યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

mdm junagadh recruitment 2023
ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યામાસિક મહેનતનાણું
1.જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર1- જિલ્લા કચેરી માટેરૂ. 10,000/- ફિક્સ
2.તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર18રૂ. 15,000/- ફિક્સ

ભરતી અંગે માહિતી

પી.એમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર/તાલુકા એમડીએમ સુપરવાઇઝર 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો પી. એમ પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂમાં અથવા સાદી ટપાલ થી કે રજીસ્ટર પોસ્ટથી મોકલી આપવા રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતનાણા અંગેની સૂચનાઓ પહેલા વાંચી લેવી.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, બીજો માળ, નવી કલેકટર કચેરી, જુનાગઢ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે પીએમ પોષણ યોજના દ્વારા લેખિત જણાવવામાં આવશે.

અરજીના કવર પર જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અથવા સુપરવાઇઝની જગ્યા માટેની અરજી એ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે.

ન્યાયિક ક્ષેત્ર અધિકાર જુનાગઢ શહેરનો રહેશે.

mdm junagadh recruitment 2023
x

Leave a Comment