TAT (HS) ના ફોર્મ ભરવાના ચાલુ, ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

TAT દ્વારા હાયર સેકન્ડરી પરિક્ષાની જાહેરાત થઈ ગઈ છે, ફોર્મ ભરવાની લિન્ક નીચે આપેલી છે.

tat (hs) online application

પરીક્ષા ફી

  • SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. ૪૦૦/- જ્યારે સામાન્ય કેટેગરીના
  • ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂ. ૫૦૦/- ભરવાની રહેશે.
  • કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

શૈક્ષણિક લાયકાત

નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચસ્તરીય માધ્યમિક શાળાઓમાાં સબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાાં વખતો વખત થતા સુધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો જ આ શિક્ષક અભિરુચિ કસોટી માટે ઉચ્ચસ્તરીય માધ્યમિક ઉપસ્થિત થઈ શકે છે.

શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનું નિર્ણય અંતિમ રહેશે.

ઓનલાઈન અરજી કરવાની રીત

  • આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 05/07/2023 થી 15/07/2023 દરમિયાન ojas પર ઓનલાઇન જ અરજી પત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવાર નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારો અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
  • અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં જેને ખાસ નોંધ લેવી.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે
  • સૌપ્રથમ ઓજસની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
  • એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું
  • ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી શિક્ષક અભિરુચિ કસોટી – ઉચ્ચતર માધ્યમિક હાયર સેકન્ડરી 2023 નું ફોર્મ ભરવું.
  • એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. એપ્લિકેશન ફોર્મેટમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ્સ ઉમેદવારે ભરવી અને જ્યાં લાલ ફૂલડી હોય ત્યાં તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.
  • એજ્યુકેશનલ ડિટેલ્સ ઉપર ક્લિક કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
  • હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં ઉમેદવારનું એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારોને સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં અપલોડ ફોટો પર ક્લિક કરો. અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી જન્મ તારીખ દાખલ કરો. ત્યારબાદ ઓકે પર ક્લિક કરો. અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. હવે બ્રાઉઝન બટન પર ક્લિક કરો. હવે સૂચ ફાઈલને સ્ક્રીન માંથી jpg ફોર્મેટમાં તો મારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલને સિલેક્ટ કરો અને ઓપન બટન ને ક્લિક કરો હવે Browse બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો. હવે બાજુમાં તમારો ફોટો દેખાશે હવે આ જ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી બે બટન : પહેલું એપ્લિકેશન દેખાશે બીજું: પ્રિવ્યુ એપ્લિકેશન દેખાશે. ઉમેદવારે પ્રિવ્યુ ઉપર ક્લિક કરી પોતાની અરજી જોઈ લેવી.
  • અરજીમાં સુધારો કરવાનો જણાય તો એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને સુધારો કરી લેવો. અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો કન્ફોર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવું. વધુમાં ઉમેદવારો વિગતો ભરતી વખતે જો પોતાનું નામ, અટક, જન્મ તારીખ, અને કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારા કરવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
  • ઉમેદવારોએ ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ/ નેટબેન્કિંગ/ યુપીઆઇ વોલેટ/ થી પરીક્ષા ફી ભરી શકશે.
આ પણ વાંચો  ફરી એકવાર છવાશે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો: અનેક ભાગોમાં થશે વરસાદ, જાણો આગાહી

Leave a Comment