ઘરેલૂ શેરબજારમાં આજે ચારેયબાજુ લાલ નિશાનીઓ જોવા મળી. બેંકિંગ અને ફાઈનેંશિયલ શેરોનાં રેકોર્ડ બ્રેકિંગ ઘટાડાનાં લીધે આખું બજાર કડડભૂસ થઈ ગયું. આજે BSE સેંસેક્સ અને NSE નિફ્ટી 50માં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટની આ સ્થિતીને લીધે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.33 લાખ કરોડનો ઘટાડો થયો હતો, એટલે કે રોકાણકારોએ આજે 4 લાખ કરોડથી વધુનું નુકસાન ભોગવ્યું. છેલ્લાં બે દિવસમાં રોકાણકારોની મૂડીમાં કુલ. 5.48 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
સવારથી બજારમાં લાલ નિશાની
BSE અને NSE બંને આજે સવારથી મોટા ઘટાડાનાં સંકેતો આપી રહ્યાં હતાં. બંનેની શરૂઆત આશરે 1-1%નાં ઘટાડા સાથે થઈ હતી. પણ જેમ-જેમ દિવસ ચડતો ગયો તેમ-તેમ સેંસેક્સ અને નિફ્ટીનું નુક્સાન 2.25% સુધી પહોંચી ગયું હતું. સેંસેક્સમાં આજે 1628.01 અંકોનો ઘટાડો નોંધાયો અને આંકડો 71998.93નાં અંક પર દેખાઈ રહ્યો હતો પણ કારોબારનાં અંત સુધીમાં આંકડો ઘટીને 71500.76 પર બંધ થયો.
નિફ્ટી
નિફ્ટી 50ની વાત કરીએ તો ઈંડેક્સ 459.20 અંકનાં ઘટાડા સાથે 21571.95 અંક ગબળ્યો હતો. નિફ્ટીને સેક્ટોરલ ઈંડિસેજમાં નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઈનેંશિયલ સર્વિસિઝ બંને 4.28% ઘટ્યાં. માત્ર નિફ્ટી IT જ 0.64% તેજીમાં રહ્યું.
વધુ વાંચો: મુકેશ અંબાણીની આ કંપનીમાં મોટી ખોટ પડી, થયું જોરદાર નુકસાન, શેર પણ તૂટ્યા.
IT શેરોને છોડી બધામાં ઘટાડો
સેંસેક્સની કંપનીઓમાં માત્ર ટેક શેરોએ બજારને કંઈક સહારો આપ્યો. HCL ટેક સૌથી વધુ 1.34% વધીને મજબૂત થયું. ઈંફોસિસમાં 0.55%, ટેક મહિન્દ્રમાં 0.54% અને TCSમાં 0.38% તેજી આવી. પણ બીજી તરફ HDFC બેંક સૌથી વધારે સાડા આઠ ટકા ઘટ્યું. ટાટા સ્ટીલમાં 4%થી વધારે નુક્સાની જોવા મળી. કોટક બેંક, એક્સિસ બેંક, ICICI બેંક, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વનાં શેરોમાં 1.38% થી લઈને 3,66%નો ઘટાડો જોવા મળ્યો.