એક તરફ ફોન ચાર્જ થશે, બીજી બાજુ બેંક ખાતું ખાલી થશે, ભૂલથી પણ ન કરો આ ભૂલ

દરરોજ સાયબર ફ્રોડ નવા કેસો વાંચવા અને સાંભળવા મળી રહ્યા છે. ઘણીવાર સ્કેમર્સ લોકોને છેતરવા માટે નવા રસ્તાઓ ઘડી કાઢતા હોય છે. આજે અમે તમને એક એવી જ અનોખી પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા નાક નીચેથી જ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે.

સાયબર ફ્રોડ દ્વારા એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું નામ જ્યુસ જેકિંગ છે. આનો ઉપયોગ કરીને, સાયબર સ્કેમર્સ ઘણા લોકોની જીવનભરની કમાણી છીનવી લે છે. જ્યૂસ જેકિંગ સાયબર ફ્રોડમાં, યુઝર્સને ન તો કોઈ કોલ આવશે અને ન તો કોઈ OTP માટે પૂછશે એમ છતાં તમારું આખું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

જ્યુસ જેકિંગ કેવી રીતે કામ કરે છે?

સ્કેમર્સ દ્વારા જ્યૂસ જેકિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સ્કેમર્સ નકલી ચાર્જિંગ સ્ટેશન સેટ કરે છે. સ્કેમર્સ દ્વારા તૈયાર કરાયેલા ચાર્જિંગ સ્ટેશન પર યુઝર્સ પોતાનો મોબાઈલ મૂકતાની સાથે જ સ્કેમર્સ તેમાંથી બેન્કિંગ સહિતનો સંવેદનશીલ ડેટા ચોરી કરે છે. આવી સ્થિતિમાં, સાયબર ગુનેગારો બેંકિંગ એપ્લિકેશન્સ અને મેસેજનો ઉપયોગ પણ કરી શકે છે. આ પછી તેઓ બેંક ખાતામાં લોગિન કરી શકે છે અને આંખના પલકારામાં તેમના ખાતામાં પૈસા ખર્ચ કરી શકે છે. નોંધનીય બાબત એ છે કે તમને તેની જાણ પણ નહીં હ

આ નકલી ચાર્જિંગ સ્ટેશન ક્યાં હોઈ શકે?

સ્કેમર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ નકલી ચાર્જિંગ સ્ટેશન જાહેર સ્થળોએ ગમે ત્યાં હાજર હોઈ શકે છે. આ બનાવટી ચાર્જિંગ સ્ટેશન, બસ સ્ટેન્ડ, બસ સ્ટોપ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ વગેરે પર હાજર હોઈ શકે છે. તેમના વિશે સાવચેત રહેવાની જરૂર છે.

જ્યુસ જેકીંગથી કેવી રીતે બચવું?

જ્યુસ જેકીંગથી સાવધાન રહેવા માટે કેટલીક સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. જ્યારે પણ તમે સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર મોબાઈલને ચાર્જ પર મૂકો છો, ત્યારે કેટલાક વિકલ્પો પોપઅપના રૂપમાં દેખાય છે, જે ડેટા શેર કરવા જેવા વિકલ્પો આવે છે. આવી સ્થિતિમાં, તમે ફક્ત ચાર્જ ઓન્લી વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી, સ્કેમર્સ મોબાઇલમાં હાજર એપ્સ અને એસએમએસને ઍક્સેસ કરી શકશે નહીં.

Leave a Comment