વિરાટ કોહલીને નામે નવો કીર્તિમાન, સચિન તેંડુલકરનો 20 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં 50મી સદી

ટીમ ઈન્ડીયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ફરી વિરાટ કામ કર્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનને નામે 49 સદી છે જ્યારે હવે વિરાટની 50 થઈ છે એટલે વિરાટે સચિનનો 49 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

સચિન તેંડુલકરને નામે 49 સદી

વનડે ઈન્ટરનેશનલમાં સચિન તેંડુલકરને નામે 452 ઈનિંગમાં 49 સદી છે. અત્યાર સુધી આ રેકોર્ડ સચિન તેંડુલકરને નામે હતો પરંતુ હવે વિરાટ કોહલીએ તેને તોડી નાખ્યો છે અને ન્યૂઝીલેન્ડ સામેની સેમી ફાઈનલમાં તેણે 50મી સદી ફટકારી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં તેની ત્રીજી સિક્સર ફટકારીને તેની સૌથી મોટી સિદ્ધિ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન તેણે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ક્રિકેટમાં હિટમેન તરીકે પ્રખ્યાત રોહિત શર્મા વર્લ્ડ કપના ઈતિહાસમાં 50 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ઈનિંગની ટ્રેંટ બોલ્ટની 5મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારીને વર્લ્ડ કપમાં પોતાની સિક્સરની અર્ધ સદી પૂરી કરી હતી.

ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

રોહિત પહેલા વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલને નામે હતો. ક્રિસ ગેલે 49 સિક્સ ફટકારી હતી જોકે હવે તેનો રેકોર્ડ તૂટી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ત્રીજા સ્થાને છે. મેક્સવેલે અત્યાર સુધીમાં 43 સિક્સર ફટકારી છે જ્યારે એબી ડી વિલિયર્સે 37 સિક્સર અને ડેવિડ વોર્નરના નામે 37 સિક્સર વર્લ્ડ કપમાં તેના નામે છે.

આ પણ વાંચો  આ 10 વિદેશી ખેલાડીઓ સૌથી વધુ હોટ ફેવરિટ, હરાજીમાં લાગી શકે છે કરોડોની બોલી, 2 નામ ચોંકાવનારા

2023ના વર્લ્ડ કપમાં સૌથી વધારે સિક્સનો રોહિતનો રેકોર્ડ

રોહિત શર્મા એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે આ વર્લ્ડ કપમાં 27 સિક્સર ફટકારી છે. આ દરમિયાન રોહિતે ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. ગેલે 2015ના વર્લ્ડ કપમાં કુલ 26 સિક્સર ફટકારી હતી, જ્યારે ઈયોન મોર્ગને 2019 વર્લ્ડ કપમાં 22 સિક્સર ફટકારી હતી. મેક્સવેલે પણ આ વર્લ્ડ કપમાં 22 સિક્સર ફટકારી છે, જ્યારે એબી ડી વિલિયર્સે 2015 વર્લ્ડ કપમાં 21 સિક્સર ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાના અનુભવી વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે આ વર્લ્ડ કપમાં 21 સિક્સર ફટકારી છે

Leave a Comment