આ બે સિમકાર્ડ યુઝર્સને મોટો ઝટકો: હવેથી મોબાઇલમાં 5G ઇન્ટરનેટ માટે આપવા પડશે વધારે રૂપિયા, જાણો વિગત

મોબાઈલ યુઝર્સને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ રિલાયન્સ જિયો અને એરટેલ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે અમર્યાદિત 5G ડેટા ઓફર કરતી યોજનાઓ બંધ કરી શકે છે. વાત જાણે એમ છે કે, વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આવક વધારવા માટે આ કંપનીઓ આ વર્ષના બીજા ભાગથી 4G કરતાં 5G સેવા માટે 5 થી 10 ટકા વધુ ચાર્જ કરી શકે છે. ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે, કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં 20% વધારો કરવાના મૂડમાં છે. ટેરિફમાં વધારો કરીને બંને કંપનીઓ 5G માટે વિશાળ રોકાણ અને ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ વચ્ચે તેમના RoCEમાં સુધારો કરવા માંગે છે.

મુદ્રીકરણ માટે તૈયાર છે કંપનીઓ

Airtel અને Jio લગભગ એક વર્ષથી વપરાશકર્તાઓને 4G દરે 5G સેવા ઓફર કરી રહ્યાં છે. જેમાં કંપનીઓ અનલિમિટેડ 5G ડેટા ઓફર કરીને યુઝર્સને નેક્સ્ટ જનરેશનની વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસમાં અપગ્રેડ કરવા માટે લલચાવી રહી છે. વિશ્લેષકો અનુમાન કરી રહ્યા છે કે, આ હવે બદલાઈ શકે છે કારણ કે Jio અને Airtel દેશભરમાં તેમની 5G સેવા શરૂ કરવા અને મુદ્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર છે.

લોકોને આકર્ષવા 5G પ્લાન થશે લોન્ચ

એક સંશોધન નોંધમાં જણાવાયું છે કે, મુદ્રીકરણ અને 5G કવરેજને પૂર્ણ કરવા તરફ વધતા ધ્યાન સાથે Jio અને Airtel ઉચ્ચ ARPU ડેટા ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટા ઓફર કરવાનું બંધ કરી શકે છે. આ કંપનીઓ આ વર્ષના બીજા ભાગમાં તેમના 5G પ્લાન પણ લોન્ચ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એરટેલ અને જિયોના 5G પ્લાન 4G કરતા 5 થી 10 ટકા મોંઘા થઈ શકે છે.

આટલા ટકા વધુ ડેટા ઉપલબ્ધ થઈ શકે

Jio અને Airtel વપરાશકર્તાઓને આકર્ષવા માટે તેઓ મોંઘા 5G પ્લાનમાં 30 થી 40 ટકા વધુ ડેટા ઓફર કરી શકે છે, જેથી આ સેવાનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓની સંખ્યા ઝડપથી વધે.તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં એરટેલના મેનેજિંગ ડાયરેક્ટર ગોપાલ વિટ્ટલે કહ્યું હતું કે, પ્રતિ યુઝર માસિક સરેરાશ આવક રૂ. 200 થી વધારીને રૂ. 250 કરવા માટે કંપની યોગ્ય સમયે એકંદર મોબાઇલ ટેરિફ વધારવામાં સૌથી આગળ રહી શકે છે.

Leave a Comment