પતંગને ઢીલ આપવી કે દોર ખેંચવી? આજે ઉત્તરાયણના દિવસે પવન કંઇક આવો રહેશે, જાણો શું કહે છે હવામાન

આજે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે કે ઉત્તયરાણનો પર્વ. આજે વહેલી સવારથી પતંગ રસિકો ધાબે ચડી ગયા છે. આ દરમિયાન હવે પતંગબાજો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે ઉતરાયણ પર્વ પર પવનની ગતિ સારી રહેશે તો પતંગ ચગાવવા પવન અનુકૂળ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનો ચમકારો પણ અનુભવાશે.

હવામાન વિભાગે આજે ઉતરાયણ પર્વ પર રાજ્યમાં પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઇ છે. જેમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાશે. આ સાથે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનો ચમકારો પણ અનુભવાશે.

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો

ઉત્તરાયણનાં તહેવારને લઈ પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. હજુ પણ 48 કલાક પછી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે.

ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતાઃ અંબાલાલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.’ એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે.

x

Leave a Comment