તમારા ગ્રામ પંચાયત માટે આવેલી ગ્રાન્ટની માહિતી મેળવો ઘરે બેઠા ઓનલાઈન

હવે તમે ઘરે બેઠા તમારી ગ્રામ પંચાયત માટે ફાળવેલ ગ્રાન્ટની માહિતી અને થયેલા કામની વિગત તમારા મોબાઈલથી ઓનલાઈન જોઈ શકો છો. ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલી કામગીરની વિગતો, બાકી કામો, વર્ષિક ફાળવેલ ગ્રાન્ટ વગેરેની વિગત દર્શાવતુ પોર્ટલ શરુ કરવામાં આવેલ છે.

મિત્રો, હવે તમે તમારા ગામમાં થયેલ વિકાસના કામો અંગેની માહિતી ઓનલાઈન જોઈ શકશો.અહીં અમે સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક પોર્ટલની સંપુર્ણ વિગત તમારી સાથે સેર કરીશું. જેમાં તમે તમારી ગ્રામ પંચાયત માટે બજેટ 2023 માટે કેટલી ગ્રાંટ મળેલ છે અને છેલ્લા વર્ષોમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ અને તે કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી તેની માહિતી જોઈ શકાશે.

આ પોર્ટલની મદદથી ગામના દરેક લોકો પોતાના ગામમાં થયેલ વિકાસલક્ષી કામની વિગત જોઇ શક્શે. ગુજરાત સરકારના આ અભિગમથી નિચલા લેવલે થતા ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો એક અભિગમ છે. જેથી તમે આ પોર્ટ્લ ની મદદથી તમારા ગામ, શેરી, અને શહેર માટે વિકાસના કામમાં તમારું યોગદાન આપી શકો. તો આવો જાણીએ ગ્રામ પંચાયત કાર્યનો અહેવાલ ઓનલાઈને કેવી રીતે ચકાશવો અને તેનાથી શું ફાયદા થશે તેની વિગત અહીં જોઈએ.

ગ્રામ પંચાયત રિપોર્ટ

  • દરેક ગામમાં થતા વિકાસલક્ષી કામો તે ગામની ગ્રામ પંચાયત ને લાગુ પડે છે અને તે વિકાસના કામો પુરા કરવાની જવાબદારી પણ ગ્રામ પંચાયતની રહે છે.
  • ગામમાં પાણીનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની રહે છે.
  • એવી જ રીતે ગામની સ્કુલો, રોડો અને ગટરનું કામ કાજ ગ્રામ પંચાયત ના હસ્તક હોય છે.
  • ગામના વેરો ઉઘરાવવાની અને જમા કરવાની જવાબદારી પણ ગામ પંચાયત ની રહે છે.
  • સરકારની નવી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોચતી કરી તેમને યોજનાનો મહત્તમ લાભ મળે તેવા પ્રયાસો કરવાની જવાબદારી રહે છે.
  • ભારત સરકાર દ્વારા ઈ-ગ્રામ સ્વારાજ પોર્ટલ ની શરુઆત કરવામાં આવી છે, જેમાં ગામનો કોઇપણ વ્યક્તિ ગ્રામ પંચાયતના કાર્યનો રિપોર્ટ મેળવી શકે છે.
આ પણ વાંચો  વોટ્સએપના ડિલીટ થયેલા મેસેજ વાંચો, ડિલીટ થયેલા મેસેજ વાંચવા અહી ક્લિક કરો

ગ્રામ પંચાયતના કામના અહેવાલના લાભો

સરકાર દ્વારા શરૂ કરાયેલ ઓનલાઈન પોર્ટલ નાગરિકોને અસંખ્ય લાભો પ્રદાન કરે છે. ગ્રામ પંચાયત કાર્ય અહેવાલ ઓનલાઈન ના કેટલાક નોંધપાત્ર ફાયદાઓ છે:

પારદર્શિતા

ગ્રામ પંચાયત કાર્ય અહેવાલ ઓનલાઈન ગ્રામીણ શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે. નાગરિકો તેમના ગ્રામ પંચાયત દ્વારા પ્રાપ્ત અનુદાન અને તે અનુદાનનો ઉપયોગ કરીને કરવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવી શકે છે. આ સુનિશ્ચિત કરે છે કે સરકારી ભંડોળનો અસરકારક અને કાર્યક્ષમ રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

સુલભતા

નાગરિકો કોઈપણ જગ્યાએથી અને કોઈપણ સમયે ગ્રામ પંચાયતના કામનો અહેવાલ ઓનલાઈન મેળવી શકે છે. વેબસાઇટ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ છે, અને નાગરિકો સરળતાથી માહિતી જોઈ શકે છે.

ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવું

ગ્રામ પંચાયત કાર્ય અહેવાલ ઓનલાઇન ગ્રામીણ વિસ્તારોમાં ભ્રષ્ટાચારને રોકવામાં મદદ કરે છે. સરકારી અનુદાનનો ઉપયોગ કરીને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી નાગરિકો મેળવી શકે છે. આ પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે અને ભ્રષ્ટાચારની શક્યતા ઘટાડે છે.

ગ્રામ પંચાયતનો કાર્યનો અહેવાલ

મિત્રો તમે તમારા ગ્રામ પંચાયતની કાર્ય નો અહેવાલ, ગ્રામ પંચાયત બજેટ, ગામ પંચાયત સરપંચ અને સભ્યોની વિગત વગેરે ની માહિતી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલની મદદથી જોઈ શકશો. જેના માટે નિચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ E-Gram Swaraj Portal પર જાઓ.
  • હવે હોમપેજ પર “પ્લાન પ્લસ” ઓપશન દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારુ રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગ્રામ પંચાયત પસંદ કરો.
  • હવે તમારે જે વર્ષ નો રીપોર્ટ જોવો છે તે પસંદ કરો.
  • હવે અહેવાલ જોવા માટે “GET Report” બટન પર ક્લિક કરો.

E-Gram Swaraj એપ ની મદદથી મેળવો ગ્રામ પંચાયતના ગ્રાન્ટની માહિતી

  • સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર જઈ “eGramSwaraj” સર્ચ કરો અને એપને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.
  • હવે તમારા મોબાઈલમાં ઈ ગ્રામ સ્વરાજ એપ્લીકેશન ને ઇન્સ્ટોલ કરી ઓપન કરો.
  • હવે તમને હોમપેજ પર ઘણા બધા ઓપશન દેખાશે. જેમાં તમારે ” ગ્રામ પંચાયત રિપોર્ટ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ગ્રામ પંચાયત રીપોર્ટ નુ નવુ પેજ ખુલશે જેમાં તમારે તમારુ રાજ્ય “ગુજરાત” પર ક્લિક કરતા નવુ પેજ નિચે મુજબ ખુલશે.
  • આ પેજ માં સૌ પ્રથમ તમે નાણાકીય વર્ષ નો અહેવાલ જોવા માગો છો તે પસંદ કરો, ત્યારબાદ તમારો જિલ્લો, બ્લોક માં તમારો તાલુકો અને છેલ્લે જે ગ્રામ પંચાયતનો રીપોટ જોવા માગતા હોવ તે ગામ પસંદ કરી “Proceed” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારા ગામનો વિકાસલક્ષી કામોની સંપુર્ણ વિગત જોવા મળશે જેમાં તમે અલગ અલગ નાણાકીય વર્ષમાં થયેલ કાર્યની વિગત અને કુલ કેટલી ગ્રાન્ટ મળેલ, કેટલા લોકોને જોબ કાર્ડ રજીસ્ટર થયેલ વગેરેની વિગત સામેલ છે.
આ પણ વાંચો  આવક નો દાખલો મેળવવાં ઓનલાઈન અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ

ઈ ગ્રામ સ્વરાજ એપના લાભો

  • આ એપની મદદથી પંચાયતમાં ચાલતું કોઇપણ કામની માહિતી ગામનો દરેક વ્યક્તિ સરળતાથી મેળવી શકે છે.
  • આ એપ્લીકેશન તમામ એન્ડ્રોઈડ યુઝર ડાઉનલોડ કરી શકે છે.
  • આ એપની મદદથી નરેગા જોબ કાર્ડની માહિતી મેળવી શકશો.
  • પાન કાર્ડ આધારકાર્ડ લીંક સ્ટેટસ જોઈ શકો
  • PMJAY યોજનાની માહિતી મેળવો
  • PNR સ્ટેટસ જોઈ શકશો
  • અધારકાર્ડ ડાઉનલોડ કરી શકશો
  • ઈ શ્રમ કાર્ડ માટે UAN નંબર મેળવી શકશો.
  • PM Kisan યોજના ની સંપુર્ણ માહિતી, તથા eKYC અને લાભાર્થીનું લિસ્ટ જોઈ શકશો.
  • PMJAY નું લિસ્ટ

મહત્વની લિંક

એપ્લિકેશન ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
વેબસાઇટ પર રિપોર્ટ મેળવવાઅહી ક્લિક કરો

Leave a Comment