કારના પાછળના કાચ પર લાલ નાની-નાની લીટીઓ શેની હોય છે? જાણો તે કઈ રીતે કામ કરે છે?

તમે ઘણી ગાડીઓમાં જોયું હશે કે તેના પાછળના કાચમાં લાલ કલરની લીટીઓ હોય છે. એવા ઘણા લોકો હશે જેમને તે લાલ રંગની રેખાઓ અને તે શું છે તે વિશે કોઈ ખ્યાલ નહીં હોય!!! હવે જ્યારે માહિતી ન હોય ત્યારે તે હોવાના ફાયદા છે કે ગેરફાયદા તે વિશે આપણને ખબર ન પડે તે સ્વાભાવિક છે. અહી તમને જણાવી દઈએ કે આ લાઈનો તમારી અને તમારી કારની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એક સેફ્ટી ફીચરનો એક ભાગ છે, જે શિયાળા કે વરસાદની સીઝનમાં ઘણી મદદ કરે છે.

પાછળના કાચ પર જોવા મળતી લાલ લાઈનો ખરેખર છે શું ?

કારના પાછળના કાચ પર આપવામાં આવેલી લાલ લીટીઓન ડિફોગર ગ્રીડ લાઇન અથવા ડિફ્રોસ્ટર ગ્રીડ લાઇન કહેવામાં આવે છે. આ રેખાઓ શિયાળામાં કારના પાછળના કાચ પર જમા થયેલ બરફ અથવા ધુમ્મસને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે પાછળનું ડિફોગર ચાલુ હોય, ત્યારે આ ગરમ થાય છે, જે વિન્ડશિલ્ડ પર બનેલા કોઈપણ બરફ અથવા ધુમ્મસને પીગાળે છે અને દૂર કરે છે. જેના કારણે વાહનચાલકો પાછળના વાહનોને સરળતાથી જોઈ શકે છે. ડિફોગર ગ્રીડ લાઇન એ એક બેસ્ટ ફીચર છે, જે કારની સુરક્ષામાં સુધારો કરે છે.

ડિફોગર ગ્રિડ લાઇન્સના બે મુખ્ય ફાયદા

કારના પાછળના કાચ પર જામી ગયેલ બરફ અથવા ધુમ્મસને ડિફોગર ગ્રીડ લાઇનથી દૂર કરવામાં આવે છે. આનાથી ડ્રાઇવરોને પાછળના વાહનો જોવાનું સરળ બને છે અને ડ્રાઇવિંગ આરામદાયક બને છે.

ડિફોગર ગ્રીડ લાઇન પાછળના કાચમાંથી બરફ અથવા ધુમ્મસને દૂર કરતી હોવાથી, તે ડ્રાઇવરને પાછળના વાહનોને સરળતાથી જોઈ શકે છે. જેના કારણે અકસ્માતની શક્યતા ઘટી જાય છે.

Leave a Comment