વર્લ્ડ કપ હાર્યાના બીજા જ દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર, પેટ કમિન્સને ઝટકો

વર્લ્ડ કપ હાર્યાના બીજા દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ 2023 ના વર્લ્ડ કપ માટે તેની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં ભારતના 2023 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે, આ ટીમમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન પેટ કમિન્સ નથી. આઈસીસીએ રોહિત શર્માને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

રચિન રવિન્દ્ર, હેનરિક ક્લાસેન ડેવિડ મિલરને પણ સ્થાન ન મળ્યું

વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રચિન રવિન્દ્ર પણ આ ટીમનો ભાગ નથી. આ ઉપરાંત પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાને પ્રભાવિત કરનારા હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને પણ આઈસીસી ટીમમાં સામેલ નથી.

બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં કોણ કોણ

આઇસીસીની બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં ભારતના છ, શ્રીલંકાના એક, ન્યુઝીલેન્ડના એક, સાઉથ આફ્રિકાના એક અને ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રીલંકાના દિલશાન મદુશંકા, ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ, સાઉથ આફ્રિકાના ક્વિન્ટોન ડી કોક અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ તેમજ સ્પિનર એડમ ઝમ્પાનો સમાવેશ કરાયો છે. ક્વિન્ટોન ડી કોક વર્લ્ડ કપમાં સૌથી વધારે 4 સદી ફટકારી હતી.

આઈસીસી વર્લ્ડ કપ 2023 બેસ્ટ ઇલેવન:

ક્વિન્ટોન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરિલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા, મોહમ્મદ શમી.

ભારતના આ 6 ખેલાડીઓને મળ્યું સ્થાન

પ્લેઇંગ ઇલેવનમાં સામેલ 6 ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને કેપ્ટન રોહિત શર્મા સામેલ છે. ટીમમાં સામેલ વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. આ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ ઝડપી હતી. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સમગ્ર ટૂર્નામેન્ટમાં બેટની સાથે સાથે વિકેટની પાછળ પણ શાનદાર કામ કર્યું હતું.

Leave a Comment