Ind Vs Aus : ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે રોહિત શર્માએ રચ્યો નવો કીર્તિમાન, આ રેકોર્ડ બનાવનાર તેઓ છઠ્ઠા ભારતીય ખેલાડી બન્યા

Ahmedabad : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ રોહિત શર્માએ એક નવો કીર્તિમાન પોતાના નામે સ્થાપિત કર્યો છે.

રોહિત શર્મા રેકોર્ડ

હાલ ભારતના ઘરેલુ આંગણે રમાઈ રહેલ સિરિઝમાં ભારતે ૨-૧ થી બઢત બનાવી લીધેલ છે.અને કોઈ કારણોસર મેચ ડ્રો જાય તો પણ ભારત આ સિરીઝ આસાનીથી જીતી શકશે.

૧૭,૦૦૦ રન કરનાર છઠ્ઠા ભારતીય ખેલાડી

અમદાવાદ ખાતે ચાલી રહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ચોથા ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ 58 બોલમાં 35 રન બનાવતાની સાથે જ નવું કીર્તિમાન પ્રસ્થાપિત કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સાથે મળીને કુલ ૧૭ હજાર રન પુરા કર્યા. આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,000 રન પુરા કરનાર તેઓ છઠ્ઠા ભારતીય ખેલાડી બન્યા. આ અગાઉ પણ ભારતના ઘણા બધા ક્રિકેટરો 17000 થી વધારે રન નોંધાવી ચૂક્યા છે જેમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે.

રોહિતના રેકોર્ડસ

વર્ષ 2007માં આઇલેન્ડની ટીમ સામે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર રોહિત શર્મા તેમની સ્ફોટક બેટિંગને કારણે ખૂબ જ જાણીતા છે. તેઓના ત્રણેય ફોર્મેટમાં કુલ રન મળીને 17000 થી વધારે નોંધાયા છે. જેના અલગ અલગ ફોર્મેટમાં રન્સ નીચે મુજબ છે

ફોર્મેટકુલ મેચ રન
વનડે૨૪1 9782
T-20148 3853
ટેસ્ટ48 3348

તેઓએ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં કુલ 148 મેચમાં 3853 રન બનાવ્યા છે. જ્યારે ટેસ્ટ મેચમાં કુલ 48 ટેસ્ટમાં 3,348 રન જ્યારે વન ડે માં કુલ 241 મેચમાં 9782 રન બનાવ્યા છે.

Jio Recharge Plan : જીઓફોનના ત્રણ સૌથી સસ્તા પ્લાન હવે માત્ર ૭૫ રૂપિયાથી શરૂ

રોહિત શર્માના રેકોર્ડ

આ ઉપરાંત પણ ક્રિકેટર રોહિત શર્માના નામે ઘણા બધા એવા કીર્તિમાન છે જેને ભવિષ્યમાં પણ કોઈ તોડી શકે એવું જણાતું નથી. રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેને વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારી હોય.

  • તેઓ ડેબ્યૂ મેચમાં ૧૦૦ રન ફટકારનાર ખેલાડી છે.
  • વનડે ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ હાઈએસ્ટ રન 264 નોંધાવનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.
  • આ ઉપરાંત તેઓ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ માં સૌથી વધારે 148 મેચ રમનાર એક માત્ર ક્રિકેટર છે.
  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલના ઇતિહાસમાં સૌથી વધારે 180 છક્કા લગાવનાર તેઓ એક માત્ર ક્રિકેટર છે.
  • આ ઉપરાંત વનડે ઇનટરનેશનલમાં કોઈ એક જ ઇનિંગમાં સૌથી વધારે ૩૩ ચોક્ક મારનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.
  • ઉપરાંત એક ઇનિંગ્સ ચોકા અને છક્કા વડે સૌથી વધુ રન ૧૮૬ બનાવનાર પણ તેઓ એક માત્ર ખેલાડી છે .
આ પણ વાંચો  વર્લ્ડ કપ હાર્યાના બીજા જ દિવસે ટીમ ઈન્ડીયા માટે સારા સમાચાર, પેટ કમિન્સને ઝટકો

35 હર્ષીય યંગ ખેલાડી હજુ પણ આવનારા સમયમાં ઘણા બધા કિર્તીદાન તેમના નામે સ્થાપિત કરશે એવું તેમનું ફોર્મ જોતા જણાઈ રહ્યું છે. પોતાની સ્ફોટક બેટિંગને કારણે જાણીતા રોહિત શર્મા પીચ પર હાજર હોય ત્યારે ભલભલા બોલર્સનો પરસેવો છોડી નાખે છે. હવે તેઓ કેટલા વર્ષ પીચ પર બેટિંગ કરશે તે તો જોવાનું જ રહ્યું પરંતુ હાલની તેમની સિદ્ધિઓ જોતા તેઓ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કરશે તે નક્કી છે.