કયા 11 ખેલાડીઓ સાથે ભારત ફાઈનલમાં ઉતરશે? રોહિત શર્માએ કર્યું મોટું એલાન

આવતીકાલે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિત કહ્યું કે આવતીકાલે પીચનું નિરીક્ષણ કર્યા બાદ જ 11 ખેલાડીઓ અંગે નિર્ણય કરીશું તે ઉપરાંત પીચ અને વેધરના આધારે નિર્ણય લેવામાં આવશે. રોહિતે કહ્યું કે આપણા બોલરોએ અત્યાર સુધી સારું પ્રદર્શ કર્યું છે.

અશ્વિનને મળશે તક?

રોહિત શર્માએ કહ્યું, ‘આ મારા માટે ખૂબ મોટી ક્ષણ છે. હું 50 ઓવરનો વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. અમે પ્લેઈંગ ઈલેવન અંગે કોઈ નિર્ણય લીધો નથી. 15માંથી કોઈ પણ રમી શકે છે. અમે વિકેટનું મૂલ્યાંકન કરીને નિર્ણય લઈશું. અમારે વિકેટ તરફ જોવું પડશે અને પછી નિર્ણય લેવો પડશે. ચોક્કસપણે, ટીમની તાકાત અને નબળાઇઓને પારખીને વિરોધીઓ નિર્ણય લેશે.

રાહુલ દ્રવિડ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના વખાણ

રોહિતે હેડ કોચ રાહુલ દ્રવિડ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના વખાણ કર્યા હતા. તેણેક હ્યું કે મોહમ્મદ શમી પહેલા હાફમાં રમી શક્યો નહીં, જે તેના માટે ખૂબ જ મુશ્કેલ ક્ષણ હતી. જોકે તેણે સિરાજ અને અન્ય બોલરોને સાથ આપ્યો હતો. અમે તેની સાથે વાતચીત કરી હતી અને તે તેની બોલિંગમાં ખૂબ જ કામ કરી રહ્યો હતો. રોહિત શર્માએ હેડ કોચ રાહુલ દ્રવિડની પ્રશંસા કરતા કહ્યું કે, “દ્રવિડની ભૂમિકા ઘણી મોટી છે. દ્રવિડને ખેલાડીઓનો સંપૂર્ણ ટેકો છે અને તે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. દ્રવિડ ખેલાડીઓ માટે ઉભો છે. 2022ના ટી-20 વર્લ્ડ કપ બાદ તેણે ખેલાડીઓને સપોર્ટ કર્યો હતો. તેણે ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે વિશાળ છે અને તે પણ આ ક્ષણનો ભાગ બનવા માંગે છે..

આવતીકાલે અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આવતીકાલે બપોરે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાન પર ઉતરશે. ભારત આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને અત્યાર સુધીની તમામ મેચ જીત્યું છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દુનિયાભરના કરોડો ક્રિકેટ ચાહકોની નજર વર્લ્ડ કપની ફાઈનલ પર છે. જ્યોતિષીઓ પણ દાવો કરી રહ્યા છે કે ફાઇનલમાં બંનેમાંથી કઇ ટીમ જીતી શકે છે. જાણીતા જ્યોતિષી સુમિત બજાજે પણ શનિવારે વર્લ્ડ કપ ફાઇનલની આગાહી કરી છે.

Leave a Comment