ઑસ્ટ્રેલિયાના 450 રન અને ભારત 65 રન પર ઓલઆઉટ, વર્લ્ડકપની ફાઇનલ પહેલા ફેમસ ખેલાડીએ કરેલી ભવિષ્યવાણી થઈ વાયરલ

ઑસ્ટ્રેલિયાએ ગુરુવારે કોલકત્તામાં દ્વિતીય સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને માત આપી અને ફાઈનલમાં પોતાનો પગ જમાવ્યો છે. પાંચ વખત વિશ્વ ચેંપિયન બનેલી ઑસ્ટ્રેલિયાની આ ટીમ રવિવારે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની સામે પોતાનું ભાગ્ય અજમાવશે. આ વચ્ચે ઑસ્ટ્રેલિયાનાં ઓલરાઉંડર મિશેલ માર્શનું 6 મહિના જૂનું નિવેદન હાલમાં વાયરલ થયું છે. જુઓ (28મી મીનિટ પર વર્લ્ડ કપ અંગેની વાત કરી છે)

ભવિષ્યવાણીની અડધી વાત તો સાચી

માર્શે મે મહિનામાં IPL 2023 દરમિયાન વર્લ્ડ કપ 2023નાં ફાઈનલને લઈને પોતાની જે ભવિષ્યવાણી કરી તે હાલમાં ઈંટરનેટર પર વિવાદસ્પદ સાબિત થઈ રહી છે. જો કે તેમની ભવિષ્યવાણીની અડધી વાત તો હજુ સુધી સાચી સાબિત થઈ ગઈ છે. આ બંને ટીમ ફાઈનલ્સમાં પહોંચી ગઈ છે. પણ તેમની ભવિષ્યવાણીની બીજી વાત કે ઑસ્ટ્રેલિયા અપરાજિત નથી એ ખોટી સાબિત થઈ છે કારણકે ભારતે તમામ 10 મેચ પર વિજય મેળવ્યો છે.

મિશેલ માર્શે કરી હતી પરિણામોને લઈને પ્રિડિક્ષન

IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા ખેલાડી માર્શે ફ્રેંચાઈઝીની સાથે 6 મહિના પહેલા એક પોડકાસ્ટ દરમિયાન વિશ્વ કપ ફાઈનલનાં પરિણામો અંગેની ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે,” ઑસ્ટ્રેલિયા ભારતને મોટા ડિફેરેન્સથી હરાવીને છઠ્ઠી વખત ટ્રોફી હાથમાં ઊઠાવશે.” પોડકાસ્ટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે,” વિશ્વકપને થોડા જ દિવસો બાકી છે. આ વિષયે તમે શું કહેશો ?” ત્યારે માર્શે કહ્યું કે,” ઑસ્ટ્રેલિયા અપરાજિત છે, ભારતને હરાવશે. ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા 450/2, ભારત 65 રન પર ઑલઆઉટ થશે.”

Leave a Comment