1 ઓક્ટોબરથી દેશમાં થઇ ગયા છે આ ફેરફાર, લોકો પર પડશે અસર!!

દેશમાં અનેક વાર અને અવાર નવાર ફેરફારો થતાં રહે છે. હવે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન દેશમાં ઓક્ટોબર મહિનાથી ઘણા ફેરફારો જોવા મળશે. એવામાં આ ફેરફારોની અસર લોકો પર પણ જોવા મળી શકે છે. જેના કારણે લોકોના ખિસ્સા પર પણ ભારે અસર પડશે. આ સાથે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. આવો જાણીએ 1 ઓક્ટોબરથી દેશમાં કયા-કયા ફેરફાર થયા છે, જેની અસર લોકો પર જોવા મળી શકે છે.

LPG ગેસ સિલિન્ડર

કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તેમાં 209/- રૂપિયાનો વધારો થયો છે. એવામાં દિલ્હીમાં તેની કિંમત વધીને રૂ. 1731.50 થઈ ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 209 નો વધારો કર્યો છે.

GST

સેન્ટ્રલ GST એક્ટમાં થયેલા સુધારા મુજબ, ઈ-ગેમિંગ, કેસિનો અને ઘોડેસવારીને લોટરી, સટ્ટાબાજી અને જુગાર જેવા ‘કાર્યવાહી દાવા’ તરીકે ગણવામાં આવશે અને તેના પર 28% GST લાગશે. આ 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યું છે.

TCS ના નવા દર

ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS)ના નવા દર આજથી લાગુ થશે. તમે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોવ, વિદેશી સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રિપ્ટોકરન્સી ખરીદી રહ્યા હોવ અથવા ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યા હોવ તો તેનાથી કોઈ ફરક પડતો નથી, જો તમારો ખર્ચ નાણાકીય વર્ષમાં ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો તમારે રૂ. TCS ની ચૂકવણી કરવી પડશે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડ નિયમ

RBI એ બેંકોને 1 ઓક્ટોબરથી અલગ-અલગ નેટવર્ક પર કાર્ડ ઉપલબ્ધ કરાવવા અને ગ્રાહકોને તેમના મનપસંદ કાર્ડ નેટવર્કને પસંદ કરવાનો વિકલ્પ આપવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે, તો નેટવર્ક પ્રોવાઇડરને કાર્ડ ઇશ્યૂ કરવાના માધ્યમ પસંદ કરવા પડશે.

આ પણ વાંચો  શા માટે ATM માં 2000 રૂપિયાની નોટો જોવા નથી મળતી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

[આવા નાના-નાના પરિબળો આપણને લાગતું હોય છે કે અસર કરતાં નથી પરંતુ આ પરિબળો આપણના જીવનમાં રોજિંદી અસર કરતાં હોય છે]

Leave a Comment