અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડાની આગાહી : નવરાત્રિ પહેલા આ તારીખે ત્રાટકી શકે છે સાયક્લોન

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી ગુજરાતના હવા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય તાપી, સુરત નવસારી, ડાંગમાં પણ આગાહી કરવામાં આવી છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બની શકે તેવું અંબાલાલ પટેલનું માનવું છે, જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની સંભાવના છે. 15 ઓક્ટોબર એટલે નવરાત્રિનો પ્રારંભ, નવરાત્રિનું પ્રથમ નોરતું. અંબાલાલ પટેલે પહેલેથી જ કહી દીધું છે કે આ વર્ષે નવરાત્રિ બગડવાની છે. નવરાત્રિમાં ભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે.

7 ઓક્ટોબર પછી બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે

હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદ પાડવાની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાની આગાહી

23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ પાડવાની સંભાવના સર્જાઈ રહી છે. બીજી ઓક્ટોબરથી વાવાઝોડાની સિસ્ટમ બનવાનું શરૂ થશે અને 18, 19 અને 20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિમાં વધારો થશે. 16મી ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે અને નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે.

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે

શુક્રવારે અને શનિવાર એમ બે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહે તેના એંધાણ છે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 2 દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. ભેજના કારણે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. 2 દિવસ બાદ સામાન્ય વાતાવરણ રહેશે. તેના બાદ વરસાદની શકયતા નહિવત છે. અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે. હાલ ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે, ઉત્તર રાજસ્થાનથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. જોકે, ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવા માટે હજુ સમય લાગશે. વાદળો હટી ગયા છે એટલે બપોરે ગરમી લાગે છે. જ્યારે છૂટો છવાયો વરસાદને લઈને રાત્રે ઠંડક રહે છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ રહ્યો છે. ગાંધીનગરમાં 24 ટકા, અમદાવાદમાં 21 ટકા અને વડોદરા 21 ટકા ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે કે, કચ્છમાં 83 ટકા વધુ વરસાદ રહ્યો છે.

આ પણ વાંચો  GSSSB પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર? નવી વ્યવસ્થા કેવી, ઉમેદવારોને શું લાભ? A TO Z વિગતો

1 thought on “અંબાલાલ પટેલની ગુજરાતમાં વાવાઝોડાની આગાહી : નવરાત્રિ પહેલા આ તારીખે ત્રાટકી શકે છે સાયક્લોન”

Leave a Comment