વર્લ્ડ કપમાં આ પાંચ બૉલરોથી આ વખતે ખતરો, કોઇપણ ટીમને કરી શકે છે ધરાશાયી!!: વર્લ્ડકપ આગામી 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ પહેલા વૉર્મ-અપ મેચ રમશે. . ભારતની સાથે અન્ય ટીમો પાસે પણ સારું બૉલિંગ આક્રમણ છે. જો આપણે આ વખતે તમામ ટીમો પર નજર કરીએ તો આપણને કેટલાક બૉલરો એવા દેખાય છે જે ખતરનાક પ્રદર્શન કરી શકે છે. જેમાં બધાની નજર જસપ્રીત બુમરાહ, શાહીન આફ્રિદી, માર્ક વૂડ, રાશિદ ખાન અને ટ્રેન્ટ બૉલ્ટ પર છે.
રાશિદ ખાન (અફઘાનિસ્તાન)
રાશિદ ખાને દુનિયાભરમાં પોતાની સ્પિન બૉલિંગ સાબિત કરી છે. તેણે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. જોકે, તેને ટેસ્ટમાં વધુ તક મળી નથી. રાશિદે 94 વનડે મેચમાં 172 વિકેટો લીધી છે.
ટ્રેન્ટ બૉલ્ટ (ન્યૂઝીલેન્ડ) અને માર્ક વુડ (ઇંગ્લેન્ડ)
અનુભવી બૉલર ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બૉલ્ટ અને ઈંગ્લેન્ડના માર્ક વુડ પોતપોતાની ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બૉલ્ટને મોટી મેચોમાં રમવાનો અનુભવ છે. તેણે 104 મેચમાં 197 વિકેટો લીધી હતી. બૉલ્ટે વનડે ફોર્મેટમાં 6 વખત પાંચ કે તેથી વધુ વિકેટો લીધી છે. જ્યારે વુડે 59 મેચમાં 71 વિકેટ ઝડપી છે. વુડ ઘાતક બૉલિંગ કરી શકે છે.
જસપ્રીત બુમરાહ (ભારત)
જસપ્રીત બૂમરાહ રિક્વર થયા બાદ જોરદાર વાપસી કરી છે. તેણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે એશિયા કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહ ભારતનો સૌથી મહત્વપૂર્ણ બૉલર છે અને તે વર્લ્ડકપમાં કમાલ કરી શકે છે. તેણે વનડે ફોર્મેટમાં અત્યાર સુધીમાં 129 વિકેટો ઝડપી છે.
શાહીન આફ્રિદી (પાકિસ્તાન)
પાકિસ્તાનનો ફાસ્ટ બૉલર શાહીન આફ્રિદી સૌથી ખતરનાક બૉલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેણે અત્યાર સુધી 44 વનડે મેચ રમી છે અને આ દરમિયાન તેણે 86 વિકેટ લીધી છે. તે વર્લ્ડકપમાં પણ કમાલ કરી શકે છે. નસીમ શાહની ગેરહાજરીમાં શાહીન પર વધુ જવાબદારી રહેશે.