કોરોનામાં મૃત્યુ પામનાર અને માતા-પિતા વગરની દીકરીઓને ગુજરાત સરકારની નવી ભેટ, લગ્ન સમયે મળશે 2 લાખ રૂપિયા સુધી સહાય, જાણો કેવી રીતે કરવી ઓનલાઈન અરજી?

પોતાના બજેટ ભાષણમાં રાજ્યના નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત કરી હતી, જેમાં પાલક માતા-પિતા સહાય યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ 18 વર્ષની છોકરીઓને લગ્ન સમયે 2,00,000 ની સહાય માટે 2023-24 ના બજેટમાં 20 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં કોરોનામાં મૃત્યુ પામનાર માતા-પિતાના અનાથ દીકરીઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દીકરી 18 વર્ષની ઉમરે લગ્ન કરે તો તેને 2,00,000 સુધીની સહાય ગુજરાત સરકાર આપશે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ અંગેનો એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે. દીકરીઓને 2,00,000 ની સહાય મેળવવા માટે એક અરજી કરવી પડશે, આ અરજી કર્યા બાદ આ દીકરીને તેના લગ્ન સમયે ગુજરાત સરકાર દ્વારા રૂ. 2,00,000/- સુધી સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના ૨૦૨૩

ગુજરાત રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, બંને યોજના અંતર્ગત સહાય પૂરી પાડવામાં આવતી લગભગ 1,૦૦૦ દીકરીઓ દર વર્ષે લગ્ન યોગ્ય ઉંમરે પહોંચશે. આમ આ હેતુ માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ દર વર્ષે યથાવત્ રહેશે”, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

આ સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર થકી આપવામાં આવશે. પાલક માતા- પિતા યોજના હેઠળ કુલ 8,૦૦૦ છોકરીઓને સહાય આપવામાં આવી રહી છે. તેમાંથી 6,158ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 1842ની 16થી 18 વર્ષની વચ્ચે છે. આ રીતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કુલ 9,120 છોકરીઓને સહાય મળી રહી રહે છે. તેમાંથી 6,958ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 2162 છોકરીઓની ઉંમર 16થી 18 વર્ષ વચ્ચેની છે.

આ યોજનામાં અરજી કોણ કરી શકે છે?

  • જે દીકરીઓના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમરની દીકરીઓ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો  મફત પ્લોટ યોજના 2024: અરજી ફોર્મ, ડૉક્યુમેન્ટ અને તમામ માહિતી માટે અહી ક્લિક કરો

પાલક માતા-પિતા યોજના અંતર્ગત ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટ રજૂ કરવાના રહે છે?

  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ 27,000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.36,000/- થી વધારે હોવાનો મામલતરદારનો દાખલો અરજી સમયે રજૂ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ 03 થી 06 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને 06 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દીકરીઓ https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરી શકે છે.

નોંધ : લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ તેમના લગ્ન તા.1/4/2023 બાદ થયા હોય તો તેવી દીકરીઓ જો લગ્ન થયાના બે વર્ષમાં અરજી કરે તો તેમને રૂ.2,00,000/-ની સહાય કરવામાં આવશે..

ઠરાવ

Leave a Comment