લગ્ન માટે લોન કેવી રીતે લેવી? જુઓ શું છે પ્રોસેસ, જાણો તમામ માહિતી

લગ્નસરાની સિઝન ફરી શરૂઆત થવા જઈ રહી છે. જે લોકો ધુમધામથી લગ્ન કરવા માંગે છે. પણ જો તમે ધુમધામથી લગ્ન કરવા માટે લોન લેવા માંગતા હોય તો તમે બેંકો અને NBFCs લોન લઈને લગ્ન કરી શકો છો. ગયા વર્ષે એટલે કે વર્ષ 2023ના અંતમાં IndiaLends દ્વારા વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 બહાર પાડ્યો હતો.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે આજના યુવાનો સ્વનિર્ભર બની રહ્યાં છે. જેથી તેઓ તેમના માતા-પિતા પર બોજ બનવા માંગતા નથી. આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે 42 ટકા યુવાનો પોતાના લગ્ન માટે લોન અથવા ફાઈનાન્સ કરે છે. જેથી દેશની બેંકો અને NBFC આ તકનો ભરપૂર લાભ લઈ રહી છે. આ બેંકો અને NBFC 1 કરોડ રૂપિયા સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે.

વેડિંગ લોનની વધી રહી છે ડિમાન્ડ

વેડિંગ લોન એનસિક્યોર્ડ લોન પર્સનલ લોનની કેટેગરીમાં આવે છે. તેમ છતા બેંકો અને NBFC અને ડિજિટલ લેંડિંગ પ્લેટફોર્મ્સ લોન લેનાર વ્યક્તિની જોખમ પ્રોફાઇલનું અવલોકન કર્યા પછી 1 કરોડ રૂપિયા સુધીની લોન ઓફર કરવામાં આવે છે. આ વેડિંગ લોન વાર્ષિક 20 ટકાના વ્યાજે આપવામાં આવે છે. આપણા દેશમાં અનસિક્યોર્ડ પર્સનલ લોનનું માર્કેટ 1.25 કરોડનું છે. જેમાં માત્ર વેડિંગ લોનનો ભાગ જ 20 હજાર કરોડ રૂપિયા છે.

સેલેરાઈઝ વ્યક્તિ માટે લગ્ન લોન!

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર બેંક 12થી 60 મહિનાની ફ્લેક્સિબલ ટેન્યોર સાથે 50 હજારથી 40 લાખ રૂપિયા સુધીની વેડિંગ લોન આપવામાં આવી રહી છે.. લગ્નની લોન લેવા માટે કોઈ સિક્યોરિટી અથવા કોલ સુરક્ષા કે કોલેટરલ આપવાની જરૂર નથી. આ લોન તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છો ત્યાની મહિની સેલેરી સ્લીપના આધારે તમને લોન આપવામાં આવે છે. HDFC બેંકની સેલેરાઈઝ વ્યક્તિને લોન મેળવી હોય તો 25 હજાર સુધીની સેલેરી હોવી જોઈએ. તેની માસિક સેલેરી સ્લિપના આધારે આપવામાં આવી રહી છે. જ્યારે નોન HDFC બેંક સેલરી અકાઉન્ટ હોલ્ડરની ઓછામાં ઓછીસેલેરી 50 હજાર રૂપિયા હોવી જોઈએ. આ લોન મેળવવા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ 60 વર્ષ હોવી જોઈએ.

આ પણ વાંચો  ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

ICICI બેંક પણ 50 હજારથી લઈને 50 લાખ સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે. જેનું વ્યાજ 10.65 ટકાથી શરૂ થાય છે. લોન લેનારને કોઈ કોલ લેટર આપવાની જરૂર નથી.. એક્સિસ બેંક 40 લાખ રૂપિયા સુધીની વેડિંગ લોન ઓફર કરી રહી છે. જેનું વ્યાજ 10.49 ટકાથી લઈને 22 ટકા સુધીનું છે. એક્સિસ બેંક પણ 60 મહિનાની વેડિંગ લોન ઓફર કરી રહી છે. લોન લેનારને કોઈ કોલ લેટર આપવાની જરૂર રહેતી નથી. લોન લેનારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.

લગ્ન કરવા માટે વેડિંગ લોન પર જોર

ઈન્ડિયાલેંડ્સના એક રિપોર્ટ અનુસાર 26.3 ટકા લગ્ન કરનાર યુવક-યુવતીઓ લગ્નના ફંડિંગ માટે લોન લઈ રહ્યાં છે. 35.3 ટકા યુવાનો ખુબ તામજામ સાથે લગ્ન કરવા માંગે છે અને બેંકો પણ લોન આપી રહી છે.

Leave a Comment