હોમ લોન લેનારા માટે સારા સમાચાર, આ 8 બેંક આપી રહી છે સૌથી ઓછા વ્યાજે લોન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ સ્ટેબલ રાખીને લોન લેનારાઓને એક ઝટકો આપ્યો છે. 5 એપ્રિલે તેની નીતિ સમીક્ષામાં સતત સાતમી વખત વ્યાજ દરો સ્થિર રાખ્યા હતા. આ કારણે મોટાભાગની બેંકોએ હોમ લોનના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.

દરેક લોકોને અત્યારે પોતાનું ઘર બને તેવું સપનું હોય છે અને તેને પુર્ણ કરવા માટે રોકડે ખરીદી શકે તેવી સ્થિતિ હોતી નથી. પરંતુ બેંકો દ્વારા ઘર ખરીદવા માટે લોન આપવામાં આવે છે. જેનાથી વ્યક્તિ લોન લઇ ઘરના ઘરનું સપનું પુર્ણ કરી શકે છે. હોમ લોન એ લાંબા ગાળાની લોન છે. હોમ લોન સામાન્ય રીતે 15 થી 20 વર્ષ સુધી ચાલે છે. જેના કારણે લોકોને વ્યાજ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જો વ્યાજ દર ઓછો હોય તો લાંબા ગાળે હોમ લોન પર મોટી બચત થાય છે. અમે તમને એવી 5 બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી ઓછા વ્યાજ પર હોમ લોન આપી રહી છે. જો તમે ટોચની 5 બેંકો – બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, SBI, HDFC બેંક અને ICICI બેંક દ્વારા ઓફર કરવામાં આવતા વર્તમાન હોમ લોનના વ્યાજ દરો પર નજર નાખો, તો તમે જોશો કે તેમના દરો 8.4% થી 10.90% સુધીની છે. તમે આ બેંકો પાસેથી હોમ લોન લઈને મોટી બચત કરી શકો છો.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા દ્વારા 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે હોમલોન પર વ્યાજ દર વાર્ષિક 8.04 ટકા પ્રતિ વર્ષથી શરૂ થાય છે. જે 10.90 ટકા સુધીનો છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક પણ હોમલોન આપી રહી છે. તેનો વ્યાજદર જોઇએ તો વાર્ષિક 8.4% થી શરૂ થાય છે અને 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે વાર્ષિક 10.25% (ફ્લોટિંગ ધોરણે) સુધી જાય છે.

આ પણ વાંચો  હવે ખરાબ CIBIL સ્કોર પર પણ મળશે રૂપિયા 6 લાખ સુધીની લોન, અહી મેળવો 100% ઇન્સ્ટન્ટ લોન

એસબીઆઇ હોમ લોન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે 8.50ટકા પ્રતિ વર્ષ થી શરૂ કરીને 9.85ટકા સુધી હોમ લોનના વ્યાજ દરો ઓફર કરે છે.

એચડીએફસી બેંક

HDFC બેંકની હોમ લોન 30 વર્ષ સુધીની મુદત માટે વાર્ષિક 8.7% થી શરૂ થાય છે અને લોનની રકમ 10 કરોડ રૂપિયા સુધીની છે. મિલકતની કિંમતના 90% સુધીની લોન બેન્ક દ્વારા આપવામાં આવે છે.

આઇસીઆઇસીઆઇ બેંક

ICICI બેંક હાલમાં 30 વર્ષ સુધીના કાર્યકાળ માટે વાર્ષિક 8.75% થી શરૂ થતા હોમ લોન વ્યાજ દરો ઓફર કરે છે. બેંક 0.5% ની પ્રોસેસિંગ ફી લે છે.

કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક

કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન પર 8.5 ટકાના દરે વ્યાજ વસૂલે છે. 20 વર્ષના કાર્યકાળ માટે રૂ. 75 લાખની હોમ લોન પર અંદાજીત EMI રૂ. 64,650 હશે. કોટક મહિન્દ્રા બેંકમાં હોમ લોન પર વ્યાજ દર 8.7 ટકાથી શરૂ થાય છે. 20 વર્ષની મુદત માટે રૂ. 75 લાખની હોમ લોન પર અંદાજીત EMI રૂ. 65,550 હશે.

Leave a Comment