UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતના 25 ઉમેદવાર પાસ

UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે, વિષ્ણુ સસીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો જ્યારે અંજલી ઠાકુરે 43મો, અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જે UPSCની પરીક્ષામાં કુલ 1016 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જનરલ કેટગરીમાં 347,EWSમાં 115 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે OBCમાં 303,SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડીયામાં ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો છે

ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો

UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવારોને સફળતા મળી છે. વિષ્ણુ સસીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો છે. જ્યારે અંજલી ઠાકુરે 43મો, અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે.

આ રીતે રિઝલ્ટ જોઈ શકશો

  • સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in મુલાકાત લો.
  • સ્ટેપ 2: વેબસાઇટના હોમપેજ પર, તમને પરિણામની લિંક દેખાશે.
  • સ્ટેપ 3: પરિણામની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: તમારી સામે એક પીડીએફ ખુલશે.
  • સ્ટેપ 5: પીડીએફમાં તમારો રોલ નંબર શોધો.
  • સ્ટેપ 6: પીડીએફ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

Leave a Comment