ટાટા કંપની દ્વારા ₹25,000 ની શિષ્યવૃતિ મેળવો, TATA AIA Life Insurance PARAS Scholarship 2023

ટાટા પારસ શિષ્યવૃત્તિ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ ભારતમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકો આગળ ગુણવત્તાયુક્ત અભ્યાસ કરી શકે તે માટે તેને સ્કોલરશીપ આપવાના હેતુથી Tata AIA Life Insurance Company Limited (Tata AIA) દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરતાં વિધ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા સુધીની વાર્ષિક સ્કોલરશીપ મળવાપત્ર છે.

TATA AIA Life Insurance PARAS Scholarship 2023

કોણ કોણ આ સ્કૉલરશીપમાં અરજી કરી શકે છે?

  • વિદ્યાર્થી એ છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા 50% ટકા મેળવેલ હોવા જોઈએ.
  • વિદ્યાર્થીના પરિવારની આવક 5 લાખથી ઓછી હોવી જોઈએ.
  • ભારત ની માન્ય યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને નીચે પ્રમાણે લિસ્ટમાં અભ્યાસ કરતાં હોવું જરૂરી છે.
ડિપ્લોમાઅંડર ગ્રેજ્યુએટપોસ્ટ ગ્રેજ્યુએટ
Commerce, Economics, Accounting & Finance, Banking, Insurance, Management, Data Science, Statistics, Risk Management અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ B.Com., BBA, B.Sc., B.A., and BBI in Commerce, Economics, Accounting & Finance, Banking, Insurance, Management, Data Science, Statistics, Risk Management અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસM.Com., M.Sc., M.A. વગેરે Banking, Insurance, Management અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ

મળવાપત્ર સ્કોલરશીપ

ડિપ્લોમાઅંડરગ્રેજ્યુએટપોસ્ટ ગ્રેજ્યુએટ
15,000 રૂપિયા વર્ષે15,000 રૂપિયા વર્ષે25,000 રૂપિયા વર્ષે

શું શું ડોક્યુમેંટ્સ જોશે?

Tata PARAS Scholarship Programme માટે નીચે આપેલા ડોકયુમેન્ટ્સની જરૂર પડશે:

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
  • સરનામા નો પુરાવો
  • અભ્યાસના છેલ્લા વર્ષની માર્કશીટ
  • આવકનો દાખલો (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A,સેલેરી સ્લીપ)
  • જાતિનો દાખલો
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • ચાલુ વર્ષની ફીની રિસીપ્ટ
  • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું બોનાફાઇડ સર્ટિફિકેટ
આ પણ વાંચો  ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો

સ્કોલરશીપ માટે વિદ્યાર્થીનું સિલેક્શન કઈ રીતે થશે?

‘પારસ સ્કોલરશીપ પ્રોગ્રામ’ માટે વિધાર્થીઓનું સિલેક્શન તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય પરિસ્થિતિના આધારે કરવામાં આવશે/

  • વિદ્યાર્થીઓની શૈક્ષણિક યોગ્યતા અને નાણાકીય પરિસ્થિતિના આધારે લિસ્ટ બનાવવામાં આવશે.
  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું ટેલિફોનિક ઇન્ટરવ્યુ કરવામાં આવશે.
  • ફાઇનલ પસંદગી માટે પસંદગી સમિતિ દ્વારા અંતિમ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અને ત્યારબાદ સ્કોલરશીપ માટે પસંદ થયેલ ઉમેદવાર ને સ્કૉલરશીપ આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • PARAS Scholarship નું ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ સૌપ્રથમ Buddy4Study વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે લાગુ પડતી સ્કોલરશીપ પર Apply Online ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે Buddy4Study પોર્ટલ પર પહેલી વાર રજીસ્ટ્રેશન કરો છો તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે આઈડી પાસવર્ડ થી લૉગિન કરવાનું રહેશે.
  • એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘Start Application’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ‘Terms and Conditions’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
  • જો વિદ્યાર્થીએ ભરેલી બધી વિગતો ‘Preview’ સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘Submit’ બટન પર ક્લિક કરો.

ઇમ્પોર્ટેંટ લિંક્સ

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
Email ID[email protected]
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ15 ડિસેમ્બર 2023

Leave a Comment