PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે, IPS હસમુખ પટેલની મોટી જાહેરાત

પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે. અત્રે જણાવીએ કે, હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે.

30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કેટલી જગ્યા ?

સંવર્ગખાલી જગ્યાની વિગત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ1000
(એસ.આર.પી.એફ.) (પુરૂષ) 
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85

ખાસ આ નોંધ વાંચી લો

  1. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
  2. ઉમેદવાર જો (1) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (2) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (3) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
  3. માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો 1975 અને સુધારેલ નિયમો – 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.

Leave a Comment