WHO એ આપી જાણકારી, 5 કરોડ લોકોના થઇ શકે છે મોત!!! કોરોનાથી 20 ગણી ખતરનાક છે આ વાઇરસ

WHO એ વિશ્વભરમાં એક મોટી બીમારી માટે એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે, નવી બીમારીને કારણે 5 કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવો રોગ કોવિડ મહામારી કરતા 20 ગણો મોટો હશે. WHO ચીફ ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું છે કે, આ રોગ તે અત્યંત ઘાતક હશે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવા પર કામ કરી રહ્યા છે.

શું કહ્યું WHOએ ?

WHO એ કહ્યું કે, કોરોના મહામારીને કારણે લગભગ 25 લાખ લોકોના મોતનો અંદાજ છે, પરંતુ આ નવો રોગ તેનાથી વધુ ઘાતક હશે અને તેના કારણે લગભગ 5 કરોડ લોકોના મોત થવાની આશંકાઑ ચેતવાઇ રહી છે. વૈશ્વિક સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ નવા રોગ અંગે કહ્યું છે કે, ડર છે કે ડિસીઝ X સ્પેનિશ ફ્લૂ જેવી વિનાશ સર્જી શકે છે. 1918-1920 માં સ્પેનિશ ફ્લૂને કારણે વિશ્વભરમાં 50 મિલિયનથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

ચેપી રોગ છે બનશે રોગચાળાનું મુખ્ય કારણ

WHO વધારે જણાવતા કહ્યું હતું કે, લોકોને નવા રોગથી બચાવવાની જરૂર છે. આ બધા ચેપી રોગો છે અને ભવિષ્યમાં આ રોગચાળાનું કારણ બનશે. આમાં, Covid-19, Zika, Severe Acute Respiratory Syndrome, Ebola વાયરસ, Marburg, મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વગેરેની સાથે નવા રોગ X નો સમાવેશ થાય છે. X રોગ ને સૌથી વધારે ખતરનાક રોગનું સ્ટેજ આપવામાં આવ્યું છે.

યુકે વેક્સિન ટાસ્કફોર્સના ચેરપર્સને શું કહ્યું ?

યુકે વેક્સિન ટાસ્કફોર્સના ચેરપર્સન કેટ બિંગહામે જણાવ્યું છે કે, આવી મહામારી વિશ્વયુદ્ધ કરતાં વધુ મૃત્યુમાં પરિણમેલી મહામારીમાં લાખો લોકોને મારી નાખે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં સ્પેનિશ ફ્લૂના કારણે અકાળે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બમણી છે. વધારે જણાવતા કહ્યું હતું કે, આજે પહેલા કરતા વધુ વાયરસ હાજર છે અને તેમના પ્રકારો પણ ખૂબ જ ઝડપથી સંક્રમિત થાય છે. જોકે તમામ પ્રકારો જીવલેણ નથી, તેઓ રોગચાળાનું કારણ બની શકે છે. લગભગ 25 વાયરસ પરિવારોની ઓળખ કરવામાં આવી છે જેની રસી વૈજ્ઞાનિક ટૂંક સમયમાં શોધી લેશે.

Leave a Comment