ઘરના ખર્ચા ચલાવવામાં ઓછી પડે છે સેલેરી? તો આ ટિપ્સની મદદથી બનાવો હોમ બજેટ

કોઈ પણ ઘરમાં જો પૈસા કે બજેટને લઈને ચર્ચા ન થતી હોય તો તે આર્થિક ખતરાનું કારણ બની શકે છે. માટે જરૂરી છે કે ઘરના સદસ્ય આ પ્રકારની ચર્ચામાં ભાગ લે. તમારે ઓછામાં ઓછુ અઠવાડિયામાં એક વખત તો બધાની સાથે બેસીને ઘરમાં થઈ રહેલા ખર્ચનો હિસાબ જોવો જોઈએ. ઘરના બાળકોને પણ આ બેજટના કોન્સેપ્ટથી પરિચિત કરાવવા જોઈએ જેથી બિનજરૂરી ખર્ચ ન થાય અને બાળકો સમજે કે પૈસાની કદર કરવી કેટલી જરૂરી છે.

પહેલા કમાણી, પછી ખર્ચ અને પછી બચતના આ ક્રમને થોડો બદલવાની જરૂર છે. હવે કમાણી બાદ રોકાણને લાવવું જરૂરી છે અને પછી ખર્ચા પુરા કરવા વિશે વિચારવું. કારણ કે પૈસા હાથમાં આવતાની સાથે જ તમામ ખર્ચાને પુરા કરવાની આતુરતા વધી જાય છે જેના કારણે લક્ષ્ય પાછળ રહી જાય છે.

બચત અને રોકાણનું અંતર સમજો

બચત અને રોકાણનું અંતર સમજીને કામ કરો કારણ કે તમારા ખાતામાં પડેલા પૈસા કે ઘરમાં બચેલું ધન તમને ભવિષ્યની જરૂરીયાતો માટે સંપૂર્ણ રીતે સુરક્ષા ન આપી શકે. ફક્ત પૈસા બચાવવા જરૂરી નથી પરંતુ તેનું રોકાણ કરવું પણ તમારા માટે જરૂરી છે. રોકાણ સંપૂર્ણ રીતે સમજી વિચારીને જ કરવું જોઈએ કે તે આગળ જઈને કેટલું રિટર્ન આપવાનું છે.

પૈસાનું અલગ અલગ જગ્યાએ કરો રોકાણ

જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ તે સમયે પૈસા એક સાથે નથી રાખતા અલગ અલગ બેગ કે પર્સમાં રાખીએ છીએ તેવી જ રીતે ઘર ચલાવતી વખતે પણ કરવું. બધા પૈસાને કોઈ એક જગ્યા પર રોકાણ ન કરો અલગ અલગ બચત કે રોકાણ ઈન્સ્ટ્રૂમેન્ટ્સમાં રાખો.

ઉદાહરણ માટે બેંક એફડી હોય તે પીપીએફ પણ હવું જોઈએ. મ્યૂચ્યુઅલ ફંડ હોય તો ડેટ ફંડમાં પણ પૈસા લગાવતા રહો. સરકારી સ્કીમોમાંથી પોતાની જરૂરીયાતોના હિસાબથી પસંદ કરીને રોકાણ કરો. રોકાણનો એક ખૂબ મોટો રૂલ છે કે બધા પૈસા એક જ જગ્યા પર ન રોકવા.

આ પણ વાંચો  ભારતને તિરંગો કેવી રીતે મળ્યો? જાણો આપના તિરંગાનો ઇતિહાસ

બચતના માધ્યમોને ઓટોમેટિક મોડ પર રાખો તો તે જલ્દી યોગ્ય સાબિત થઈ શકે છે કારણ કે પૈસા આવતા જ તે પહેલા બચતના ભાગમાં જતા રહે તો જ બેસ્ટ છે. જો તમે વિચારી રહ્યા છો કે પહેલા ઘર કે પોતાની જરૂરીયાતોને પુરૂ કરવી છે તો બચત માટે પૈસા બાદમાં ઉપાડવા મુશ્કેલ થઈ શકે છે. જેથી તમને ઓટોમેટિક મોડ પર જેમ એસઆઈપી, પોસ્ટ ઓફિસ આરડી કે પીપીએફ જેવા માધ્યમોને રાખવા જોઈએ જેથી પહેલા તેના પૈસા કપાઈ જાય.

Leave a Comment