ભારતને તિરંગો કેવી રીતે મળ્યો? જાણો આપના તિરંગાનો ઇતિહાસ

૧૯૦૬

1906 માં કલકત્તા ધ્વજને સચિન્દ્ર પ્રસાદ બોઝ અને હેમચંદ્ર કાનુનગો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે 7 ઓગસ્ટના રોજ પારસી બાગાન સ્ક્વેરમાં ફરકાવવામાં આવ્યો હતો.

૧૯૦૭

૨૨ ઓગસ્ટના રોજ જર્મનીના સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોન્ફરન્સમાં ભિખાજી કામાએ “ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ” લહેરાવ્યો હતો.

૧૯૧૭

ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રૂલ ચળવળમાં ભાગરૂપે નવો ધવ્જ અપનાવ્યો

૧૯૨૧

રાષ્ટ્રધ્વજ માટે પિંગાલી વેકૈયાની ડિઝાઇનને મહાત્મા ગાંધી દ્વારા મંજૂર કરવામાં આવી, જેમાં શાંતિ માટે સફેદ પટા અને આર્થિક પુનરુતથાન માટે “ચરખા પ્રતિક” નો ઉમેરો કરાયો.

૧૯૩૧

કોંગ્રેસ ધ્વજ સમિતિએ ધ્વજને ફરીથી ડિઝાઇન કર્યો: રંગોનો સબંધ હવે ગુણો સાથે છે, સમુદાયો માટે નહિ – કેસરી રંગણો અર્થ હીમત અને બલિદાન માટે, સફેદ રંગણો અર્થ સત્ય અને શાંતિ માટે અને લીલો રંગણો અર્થ વિશ્વાસ અને શક્તિ માટે થાય છે.

૧૯૪૭

આઝાદી પછી, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હેઠળની રાષ્ટ્રીય ધ્વજ સમિતિએ ચરખાને અશોક ચક્ર સાથે બદલ્યું.

આ પણ વાંચો  ઘરના ખર્ચા ચલાવવામાં ઓછી પડે છે સેલેરી? તો આ ટિપ્સની મદદથી બનાવો હોમ બજેટ

Leave a Comment