રાજકોટ મહાનગર પાલિકામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે રાજકોટ મહા નગર પાલિકાની વેબ સાઇટ પર ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ : 16/03/2024 થી 05/04/2024 શુક્રવાર સુધી લોગીન કરી અરજી કરવાની સૂચના આપવામાં આવી છે. જો તમે જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા હોવ અને નોકરીની રાહ જોઈ રહ્યા છો તો આ લેખ આપના માટે ખૂબ મહત્વનો છે. અહી અમે આપને જગ્યાઓની વિગત,પગાર ધોરણ અને અરજી કરવાની પાત્રતા સહિતની માહિતી આપી રહ્યા છીએ આપ છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
જગ્યાઓની વિગત
- મુખ્ય તકેદારી અધિકારી : 1 જગ્યા
- ટાઉન પ્લાનર : 3 જગ્યા
- ડેપ્યુટી હેલ્થ ઓફિસર : 3 જગ્યા
- મેડિકલ ઓફીસર : 2 જગ્યા
રાજકોટ મહાનગર પાલિકાની ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી 5 જગ્યાઓ સામાન્ય સંવર્ગમાં તેમજ 2 જગ્યાઓ EWS જ્યારે 2 જગ્યાઓ અનુ.જન જાતિ.ના ઉમેદવારો માટે નિયમોનુસાર ફાળવવામાં આવેલ છે.
શૈક્ષણિક લાયકાત :
જગ્યાનું નામ | લાયકાત |
મુખ્ય તકેદારી અધિકારી | ડી.વાય.એસ.પી. અથવા મિલીટરી ઓફિસર ની સમકક્ષ લાયકાત |
ટાઉન પ્લાનર | બી.ઈ. સિવિલ અથવા બી.આર્ક અને માસ્ટર ઓફ ટેક્નોલૉજી અથવા સમકક્ષ |
ડેપ્યુટી હેલ્થ ઓફિસર | એમ.બી.બી.એસ/ અથવા એલ.સી.પી.એસ. |
મેડિકલ ઓફીસર | એમ.બી.બી.એસ |
પગાર ધોરણ :
નીચેની જગ્યાઓ માટે માસિક રૂપિયા 64700 ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ નિયમિત પગારમાં સમાવેશ કરવામાં આવશે.
જગ્યાનું નામ | લાયકાત |
મુખ્ય તકેદારી અધિકારી | 53100-167800 પે મેટ્રિક્સ લેવલ 9 |
ટાઉન પ્લાનર | 56100-177500 પે મેટ્રિક્સ લેવલ 10 |
ડેપ્યુટી હેલ્થ ઓફિસર | 53100-167800 પે મેટ્રિક્સ લેવલ 9 |
મેડિકલ ઓફીસર | 53100-167800 પે મેટ્રિક્સ લેવલ 9 |
વય મર્યાદા :
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ટાઉન પ્લાનરની વય મર્યાદા 21 થી 45 વર્ષ તેમજ અન્ય ઉમેદવારોની વય મર્યાદા 21 થી 35 વર્ષ રાખવામાં આવી છે. રાજકોટ મહા નગરપાલીકાના ઉમેદવારોને ઉપલી વય મર્યાદાનો બાધ નડશે નહી. અનામત કેટેગીરીમાં આવતા ઉમેદવારો માટે નિયમોનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે.
પરીક્ષા અને પરીક્ષા ફી :
સામાન્ય વર્ગના ઉમેદવારો એ રૂપિયા 500 + ચાર્જ અને અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોએ રૂપિયા 250+ ચાર્જ પરીક્ષા ફી માત્ર ઓન લાઇન માધ્યમથી ભરવાની રહેશે અને તે અંગેનું ચલણ મેળવી લેવાનું રહેશે.
અરજી કરવાની રીત અને તારીખ :
રાજકોટ મહાનગર પાલિકાની આ જગ્યાઓ માટે ઉમેદવારોએ માત્ર https ://www.rmc.gov.in ના વેબ પોર્ટલ પર જઈ કાળજી પૂર્વક લોગીન કરી અરજી કરવાની રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજ,ફોટો અને સહીનો નમૂનો અપલોડ કર્યા બાદ ફી ભરવાની રહેશે ફી ભર્યા બાદ અરજીની પ્રિન્ટ અને ફીનું ચલણ સાચવીને પોતાની પાસે રાખવામાં આવશે. અરજી કરવાની તારીખ : 05/04/2024 રાત્રીના 23.59કલાક સુધી દરમ્યાન અરજી કરી શકાશે.
મહત્વની લિંક
અરજી કરવા માટે અહી ક્લિક કરો | અહી ક્લીક કરો |