ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા વન્યપ્રાણી મિત્રની ભરતી, અહીથી જાણો તમામ માહિતી

ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણૂક થયાની 31/3/2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતનથી નીચે દર્શાવેલ ગામોમાં વન્ય પ્રાણી મિત્ર ની નિમણૂક માટે રસ ધરાવતા ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત નીચે પ્રમાણે રહેશે.

vanyaprani mitra recruitment 2023

કુલ કેટલી જગ્યા પર અરજી બહાર પાડવામાં આવી છે?

  • કુલ 11 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • વન્યપ્રાણી મિત્રની જગ્યા પર ભરતી બહાર પડી છે.

કઈ જગ્યા પર નોકરી કરવાની રહેશે?

  • જુનાગઢ : બલિયાવડ, ચોકલી
  • ભેસાણ : દૂધાળા, માલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
  • જુનાગઢ : પાદરીયા, ખાડિયા
  • સુત્રાપાડા: ધામલેજ

લાયકાત શું જોઈએ?

ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.

ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ રોજ 18 વર્ષથી ઓછી નહીં 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનુંજાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત તથા ઇ.ડબલ્યુ.એસ ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે.

વધુ સરતો અને વધુ વિગતો સંબંધીત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ની કચેરીએથી જાણી શકાશે.

પગાર કેટલો મળશે?

  • માસિક રૂ. 2000/- વેતન

અરજી ફોર્મ ક્યાં મોકલવાનું રહેશે?

પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર રેન્જ, લીમડા ચોક, જૂનાગઢ – 362 001

આ પણ વાંચો  સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી

અરજી ફોર્મ ભરીને મોક્લવાની છેલ્લી તારીખ

  • 08/07/2023

મહત્વની લિંક

ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
GkJob હોમપેજઅહી ક્લિક કરો


Leave a Comment