મંદિર તોડીને તો નથી બનાવાઈને જ્ઞાનવાપી? હવે ખુલશે રહસ્ય, વારાણસી કોર્ટનો મોટો આદેશ

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું હવે રહસ્ય ખુલશે. વારાણસીની જિલ્લા કોર્ટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા કરાયેલ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ASIએ 18 ડિસેમ્બરે કોર્ટમાં સીલબંધ કવરમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. હિંદુ પક્ષ દ્વારા ખાનગી રિપોર્ટ જાહેર કરવાની માગ કરાઈ હતી પરંતુ મુસ્લિમ પક્ષનો વાંધો અને એએસઆઈની ટીમની ચાર સપ્તાહ સુધી રોકાવાની વિનંતી બાદ કોર્ટ દ્વારા રિપોર્ટને જાહેર નહોતો કરાયો પરંતુ હવે કોર્ટે રિપોર્ટ જાહેર કરવાનો અને હિંદુ-મુસ્લિમ પક્ષને તેની એક એક નકલ આપવાનો પણ આદેશ કર્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ અંગે વિવાદ શું છે?

જ્ઞાનવાપી વિવાદને લઈને હિન્દુ પક્ષ કહે છે કે વિવાદિત માળખાની નીચે 100 ફૂટ ઊંચુ આદિ વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ લગભગ 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે વર્ષ 1664માં મંદિર તોડી નખાવ્યું હતું. દાવામાં કહેવાયું છે કે મસ્જિદનું નિર્માણ મંદિરને તોડીને તેની ભૂમિ પર કરાયુ છે જે હવે જ્ઞાનવાપી મસ્જિદના નામે ઓળખાય છે.

અરજદારોની શું હતી દલીલો

અરજદારે માગણી કરી હતી જ્ઞાનવાપી પરિસરનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરી એ જાણકારી મેળવવામાં આવે કે જમીનની અંદરના ભાગમાં મંદિરના અવશેષ છે કે નહીં. વિવાદિત માળખાની ફર્શ તોડીને પણ જાણવામાં આવે કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ સ્વયંભૂ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં છે કે નહીં. મસ્જિદની દિવાલોની પણ તપાસ કરીને જાણકારી મેળવવામાં આવે કે તે મંદિરની છે કે નહીં. અરજદારનો દાવો છે કે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષોની પર જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ થયું હતું. આ દલીલો બાદ કોર્ટે પુરાતત્વ ખાતાને જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

Leave a Comment