હવે એલન મસ્કની ડાયરેક્ટ Jio-Airtel સાથે ટક્કર, ટૂંક સમયમાં થશે ભારતમાં એન્ટ્રી, અપાશે લાયસન્સ!

ટૂંક સમયમાં ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ભારતમાં એન્ટ્રી થશે. એલન મસ્ક તેમની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંક (Starlink)થી ભારતમાં એન્ટ્રી થશે. માનવામાં આવી રહ્યું છે કે, આ કંપનીની તપાસ ટૂંક સમયમાં પૂર્ણ થશે, જેથી નિયામકીય મંજૂર મળી શકે છે. આ કંપનીને લાયસન્સ મળ્યા પછી ભારતમાં કામની શરૂઆત કરશે. સ્ટારલિંક કંપનીથી ગ્રામીણ વિસ્તાર તથા અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થઈ શકે છે.

કંપની શેરહોલ્ડિંગ પેટર્નની જાણકારી આપશે

મીડિયા રિપોર્ટ અનુસાર એલન મસ્કની સ્ટારલિંક કંપની પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટને શેરહોલ્ડિંગ પેટર્નની જાણકારી આપશે. ત્યારપછી કંપનીને દૂરસંચાર વિભાગ (DoT) તરફથી ઓપરેટિંગ સર્ટીફિકેટ આપવામાં આવશે. દૂરસંચાર વિભાગ તરફથી દૂરસંચાર સચિવ નીરજ મિત્તલ અને સંચારમંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર મોકલવામાં આવશે. મંત્રાલયની મંજૂરી મળ્યા પછી સ્ટારલિંકને સેટેલાઈટ કમ્યુનિકેશન વિંગ તરફથી એક અપ્રૂવલ લેટર આપવામાં આવશે.

વનવેબ અને રિલાયન્સ જિયોને પણ મળ્યુ છે લાયસન્સ

સ્ટારલિંકે વર્ષ 2022માં ગ્લોબલ મોબાઈલ પર્સનલ કમ્યુનિકેશન બાય સેટેલાઈટ સર્વિસ લાયસન્સ માટે અરજી કરી હતી. વનવેબ અને રિલાયન્સ જિયોને પણ આ લાયસન્સ મળી ચૂક્યું છે. આ લાયસન્સ મળ્યા પછી સ્ટારલિંક કંપની GMPCS લાયસન્સ મેળવનાર ત્રીજી કંપની બની જશે.

સ્ટારલિંક સ્પીડ

ગ્લોબલ રિપોર્ટ અનુસાર સ્ટારલિંક ગ્રાહકોને 25થી220 mbps સુધી ડાઉનલોડ કરવાની સ્પીડ આપે છે. કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, અપલોડ સ્પીડ 5થી 20 mbps સ્પીડ હોય છે. મોટાભાગના ગ્રાહક 100 mbps સ્પીડ સુધી ડાઉનલોડ સ્પીડનો લાભ મેળવી રહ્યા છે. ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ઓપ્ટિકલ ફાઈબરથી આ સ્પીડ મળવી પણ મુશ્કેલ હોય છે. સ્ટારલિંક સેટેલાઈટની મદદથી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવશે, જે 4G, 5G સ્પીડ આપશે.

સર્વિસ પ્રાઈસ

સ્ટારલિંકે ભારતમાં આ સર્વિસ માટે કિંમત નક્કી કરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીના પૂર્વ ઈન્ડિયા હેડ અનુસાર આ સર્વિસ માટે પહેલા વર્ષે 1.58 લાખ રૂપિયા અને બીજા વર્ષે 1.15 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જે માટે 30 ટકા ટેક્સ આપવો પડશે. આ કુલ ખર્ચમાં ઉપકરણની કિંમત 37,400 રૂપિયા હશે અને દર મહિને 7,425 રૂપિયા લેવામાં આવશે. 

x

Leave a Comment