TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ એક ક્લિકમાં ચેક કરો રિઝલ્ટ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ટાટ એચએસ ની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા છે. ટાટ એચએસની 41250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારો 140થી વધુ ગુણ મેળવ્યા, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા, ટાટ એચએસની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

TAT ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાનું પરિણામ કેવી રીતે જોવું?

SEB ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાનું પરિણામ ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરિણામ ડાઉનલોડ કરવા માટેની પગલું-દર-પગલાની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • http://sebexam.org/Form/PrintResult ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો.
  • પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
  • તમે રોલ નંબર/સીટ નંબર દ્વારા શોધ્યા પછી તમારું TAT પરિણામ જોઈ શકો છો.

Import Link

Leave a Comment